ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં આગામી પાંચ વર્ષની મુદત માટે રાજ્યની 8 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરોની ચૂંટણી માટેનું રોસ્ટર શેડ્યૂલ જાહેર કર્યું છે. નોટિફિકેશન મુજબ, અમદાવાદને આગામી મેયર પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગમાંથી અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર મળશે, મળશે. તેવી જ રીતે સુરતને આગામી પાંચ વર્ષની ટર્મમાં મહિલા અને જનરલ કેટેગરીના મેયર મળશે. વડોદરાને આગામી મેયર અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિ અને બીજા અઢી વર્ષ માટે મહિલા (પછાત વર્ગ) માંથી મેયર મળશે.
અન્ય શહેરો માટે –રાજકોટ (જનરલ) કેટેગરી અને મહિલા (શેડ્યુલ કાસ્ટ), ભાવનગર – મહિલા અને સામાન્ય, જામનગર – મહિલા અને સામાન્ય, જૂનાગઢ – સામાન્ય એન્ડ મહિલા (બેકવર્ડ ક્લાસ) અને ગાંધીનગર – બેકવર્ડ ક્લાસ અને મહિલા મેયર અઢી-અઢી વર્ષની મુદત માટે મળશે.ગાંધીનગરની જેમ અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા 2026માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. આ શહેરોમાં છેલ્લી ચૂંટણી 2021માં થઈ હતી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છેલ્લે 2019માં થઈ હતી. મુદત પૂરી થઈ ગઈ હોવાથી અહીં ચૂંટણી થવાની છે.હાલ અમદાવાદન મેયર તરીકે શાહીબાગના કોર્પોરેટ પ્રતિભા જૈન છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલ છે. જ્યારે વડોદરાના મેયર તરીકે પિંકી સોની અને ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ છે.
Reporter: admin