News Portal...

Breaking News :

વડોદરામાં વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો નીકળતા ભક્તોમાં ભારે ઉત્સાહ, દર વર્ષ કરતા આ વર્ષે વહેલા વરઘોડો કાઢવામાં આવ્યો.

2024-07-17 13:35:11
વડોદરામાં વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો નીકળતા ભક્તોમાં ભારે ઉત્સાહ, દર વર્ષ કરતા આ વર્ષે વહેલા વરઘોડો કાઢવામાં આવ્યો.


આજે અષાઢી સુદ એકાદશીએ વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી સવારે નવ કલાકે ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત 215મો વરઘોડો કાઢવામાં આવ્યો. શહેરનો માહોલ ભક્તિમય બન્યો.


શહેરના માંડવી ખાતે આવેલ પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિર ખાતે આજે અષાઢી સુદ એકાદશી નિમિતે રાજવી પરિવારના સભ્યો દ્વારા પૂજા કર્યા બાદ આન-બાન-શાન સાથે શોભાયાત્ર કાઢવામાં આવી. શોભાયાત્રામાં ભજન મંડળીઓ તેમજ બેન્ડબાજા સાથે કાઢવામાં આવી છે.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.માંડવી મંદિરેથી ભગવાન વિઠ્ઠલનાથજીની ચાંદીની પાલખીમાં શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. અને હવે શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા છે. ભક્તો પણ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શનનો લ્હાવો લેવા પધારી રહ્યા છે. 


ઢોલ નગારા સાથે વિઠ્ઠલ....વિઠ્ઠલ...વિઠ્ઠલા...હરિ ૐ વિઠ્ઠલા...ના નાદ સાથે સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો છે.મહત્વનું છે કે,દર વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડો કાઢવામાં આવતો હોય છે. જે માંડવી મંદિરેથી સવારના દસ કલાકે કાઢવામાં આવતો હોય છે.પરંતુ આ વખતે દેવપોઢી અગિયારસ અને તાજીયા વિસર્જન એક જ દિવસે હોવાના કારણે ભગવાન વિઠ્ઠલનાથજી સવારે 8:30 વાગ્યાની આસપાસ રાજવી પરિવાર દ્વારા આરતી કરવામાં આવી અને જેના બાદમાં 9 વાગે ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાને મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવ્યો.

Reporter:

Related Post