વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે એમ.પી,એમ.એલ.એ સંકલન બેઠક મળી હતી.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અકોટા ના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના તમામ વિભાગના વડાઓની હાજરીમાં મળેલી બેઠકમાં સાંસદ ધારાસભ્યોએ પોતાની રજૂઆત તંત્રના ધ્યાને મૂકી હતી.દર ત્રીજા શનિવારે મ્યુનિસિપલ કમિશનર સાથે સાંસદ અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાતું હોય છે ત્યારે આજે પણ સાંસદ અને ધારાસભ્ય યોગેશ પટેલ ચૈતન્ય દેસાઈ સહિતના લોકો તેમજ અન્ય જવાબદાર અધિકારીઓ સાથે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી.સંકલન સમિતિની બેઠકમાં પણ પૂર બાદની અને પૂર દરમિયાનની પરિસ્થિતિ બાબતે વધુ ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્ય મુદ્દાઓમાં કેસડોલ જેમાં કેવી રીતે સર્વે કરવામાં આવ્યો છે તે બાબતે સવાલો ઉઠ્યા હતા સાથે જ કેસડોલ કેટલા લોકોને મળ્યું તેના આંકડા તેમજ આ બાબતે સર્વે અનુસાર તેને કયા વિસ્તારમાં કેટલા લોકોને મદદરૂપ થયા અને કેટલા વિસ્તારમાં કેટલું પાણી ભરાયું તે બાબતે પણ એક સર્વે હાથ ધરીને તેના આંકડા ધ્યાને લેવા જોઈએ તેવું સૂચન યોગેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.
જેથી કરીને ભવિષ્યમાં પણ તે સર્વે નો ઉપયોગ કરી શકાય માટે તેની જાળવણી કરવામાં આવે અને યોગ્ય રીતે સર્વે કરવામાં આવે તેવું તેમને ખાસ સૂચન કર્યું હતું સાથે જ આ બેઠકમાં પણ વિશ્વામિત્રીના દબાણો વિશેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું કે વિશ્વામિત્રીના દબાણ તોડવામાં આવે અને હવે પછી આ પ્રકારની પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે એક ખાસ કરીને બેઠક બનાવવામાં આવી છે જેમાં સૂચના મુજબ જે રીતે નડતરરૂપ દબાણ હશે તેને તબક્કાવાર દૂર કરાશે અને તેમાં પણ ખાસ પ્રકારે કોઈ મોટી સમસ્યા ઊભી ન થાય તેમજ તે રીતે તબક્કા વાર દબાણ દૂર કરાશે અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે તેવું નક્કી કરવામાં આવ્યુ હતું.હકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓ અને સૂચનો પર કામ કરીશું સાંસદ અને ધારાસભ્યોએ કરેલી રજૂઆત અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એ પ્રતિક્રિયા આપતા હકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓ અને સૂચનો પર કામ કરીશું તેમ કહી પ્રતિક્રિયા આપી હતી
Reporter: admin