News Portal...

Breaking News :

વારસા ઇમારત પાસે હોર્ડિંગના સરસામાનના વારસાનો ઢગલો

2024-09-22 11:46:59
વારસા ઇમારત પાસે હોર્ડિંગના સરસામાનના વારસાનો ઢગલો


વડોદરા શહેરના રસ્તા કે રસ્તાની ફૂટપાથ( મોટાભાગના હાલના નવા રસ્તાઓ ની સાથે ફૂટપાથ બનાવવામાં આવી જ નથી..


જે છે એ ગાયકવાડ શાશન વખતે કે તે પછી બની હતી પર તમારામાં હિંમત હોય તો તમે ધારો એ કરી શકો.રસ્તા પર તમે બાંધકામ સામગ્રી નો ઢગલો ખડકી શકો.ફૂટપાથ પર દુકાનનો માલ સામાન મૂકીને વધારા ની દુકાન ખોલી શકો,વાહનો પાર્ક કરી શકો.રાહદારીઓ નું જે  થવાનું હોય એ થાય,અન્ય વાહન ચાલકો ભલે અટવાય,ભલે અકસ્માત થાય પરંતુ તમારી સગવડ અવશ્ય સચવાય.બસ આ બધા માટે તમારામાં હિંમત હોવી જોઈએ.


આવા જ એક હિંમતવાને તસવીરમાં દેખાતી હેરિટેજ ઇમારતને અડીને આવેલા ફૂટપાથ પર હોર્ડિંગ લગાવવા માટે જરૂરી માલસામાનનો ઢગલો બિન્દાસ ખડકી દીધો છે.કદાચ આવું કરવાથી વારસા ઈમારતની સુંદરતા વધુ ખીલી ઉઠશે એવું એને લાગતું હશે.અને શહેરની મોટાભાગની વારસા ઇમારતો રજવાડાના સમયની છે.પછી મનપા એને સાચવવાની મથામણ શા માટે કરે છે? એટલે હિંમત ભેગી કરો.શહેરની સડકો,ફૂટપાથો અને વારસા ઇમારતો તમારી રાહ જુવે છે.એમને માલ સામાન ઠાલવીને ભરી દો.તમને મફતિયા ગોદામ ની સુવિધા મળી જશે.બસ ,થોડી હિંમત કરવાની જરૂર છે.

Reporter: admin

Related Post