News Portal...

Breaking News :

રેલવે પોલીસ સ્ટેશન વડોદરા યુનિટ જી.આર.પી ખાતે ખાસ બાળકો માટે ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરની રચના કરવામાં આવી

2024-09-22 11:34:25
રેલવે પોલીસ સ્ટેશન વડોદરા યુનિટ જી.આર.પી  ખાતે ખાસ બાળકો માટે ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરની રચના કરવામાં આવી


વડોદરા રેલવે પોલીસ સ્ટેશન વડોદરા યુનિટ જી.આર.પી ખાતે ખાસ બાળકો માટે ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરની રચના કરવામાં આવી છૅ. 


મહે.અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઇમ અને રેલ્વે ગુજરાત રાજ્ય ગાંધીનગર  તથા મહે. પોલીસ અધિક્ષક સરોજ કુમારી  પ.રેલવે વડોદરાનાઓની સૂચના મુજબ અત્રેના વડોદરા રેલવે રાજકીય પોલીસ સ્ટેશન ખાતે  ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર કાર્યરત કરવામાં આવેલ છે.સંજોગોવશાત, કેટલીક વખત, ખાસ કરીને  મહિલાઓ બાળકો સાથે પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવવા,  તો કેટલીક વખત મુશ્કેલીના સમયમાં પોલીસ સ્ટેશન ખાતે આવતા હોય છે, આવા સમયે  પણ તેઓ માટે તેઓની સમસ્યા કરતા પોતાના બાળકોને થોડી ક્ષણો માટે પણ સુરક્ષિત જગ્યાએ રાખવાની સમસ્યા વધુ વિકટ લાગતી હોય છે ત્યારે આવા સમયે મહિલા પોતાના બાળકને ફ્રેન્ડલી કોર્નરમાં  મૂકી શકે અને પોતાની સમસ્યા મુક્ત મને જણાવી શકે તે હેતુથી તથા કેટલાક નાજુક સંજોગોમાં ઘણી વખત કેટલાક મા-બાપ વાલી વારસથી વિખુટા પડી ગયેલા બાળકો રેલવે સ્ટેશનમાંથી તો કેટલીક વખત ટ્રેનમાંથી મળી આવતા હોય છે અને પરિવારથી વિખુટા પડવાની ક્ષણો ઘણી પડકાર જનક હોય છે. આવા સમયે બાળક દુઃખી ઉદાસ અને ગમગીન થઈ જતું હોય છે. 


આ અવાક બાળકને બોલતું કરવા માટે હકારાત્મક, બાલિશ વાતાવરણ ની જરૂર હોય છે. કે જેનાથી બાળક પોતાનું તથા તેમના મા બાપનું નામ એડ્રેસ સંપર્ક નંબર વગેરે બતાવી શકે જેના આધારે બાળકનો તેમના પરિવાર સાથે ઝડપથી મિલાપ કરાવી શકાય તે હેતુથી કેટલાક સંજોગોમાં પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઘર પરિવાર અને નોકરી એમ બેવડી ભૂમિકા ભજવતા હોય છે આવા સંજોગોમાં ઘણી વખત બાળકોને સાચવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે ત્યારે આવા સંજોગોમાં પોલીસ કર્મચારી પણ પોતાના બાળકને પોલીસ સ્ટેશન ખાતે લાવી શકે અને તેને ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરમાં મૂકી શકે અને પોતાની ફરજ મુક્ત મને વધુ સારી રીતે બજાવી શકે તે હેતુથી અત્રેના વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરની રચના કરવામાં આવી છે.

Reporter: admin

Related Post