News Portal...

Breaking News :

ડેરાપોળ જૈન સંઘની ચૈત્ય પરિપાટી વાજતે ગાજતે કોઠી જૈન દેરાસર પહોંચી, પાઠ શાળાની બાલિકાઓ દ્વારા ભગવાનને થાળ અર્પણ કરાયો અને સંઘ પૂજન કરાયું

2024-09-22 10:47:10
 ડેરાપોળ જૈન સંઘની ચૈત્ય પરિપાટી વાજતે ગાજતે કોઠી જૈન દેરાસર પહોંચી, પાઠ શાળાની બાલિકાઓ દ્વારા ભગવાનને થાળ અર્પણ કરાયો અને સંઘ પૂજન કરાયું


જૈન અગ્રણી દીપક સાહેબ જણાવ્યું હતું કે જૈનો ના 11 આવશ્યક કર્તવ્યો પૈકી એક કર્તવ્ય ચૈત્ય પરિપાટી છે તેથી બાબાજીપુરા જૈન સંઘમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શાશન સમ્રાટ નેમિસુરિશ્વરજી મ.સા.ના સમુદાયના પુ. ધર્મ રક્ષિતા મ. સા. તેમજ પૂ. રાજધર્માશ્રીજી મ. સા ની  નિશ્રામાં સવારે 6:30 વાગે ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર, ડેરાપોળ થી વાજતે-ગાજતે કોઠી પોળ શાંતિનાથ જૈન દેરાસર પહોંચી હતી.


એક દો તીન ચાર જીન શાસનનો જય જય કાર તથા વીર વીર બોલો મહાવીર મહાવીર બોલોના ગગન ભેદીનારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ચૈત્ય પરિપાટી કોઠીપોળ પહોંચતા કોઠી પોળ જૈન સંઘ ના ટ્રસ્ટી સમીરભાઈ તથા દિપકભાઇ શાહ દ્વારા સ્વાગત અને સંઘ પુજન કરવામાં આવ્યું હતું અને ડેરાપોળ જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ ,રતિલાલ શાહ, નરેશ શાહ , કશ્યપ શાહ સહિત સંઘ ના તમામ શ્રાવક શ્રવિકાઓનું બહુમાન કર્યું હતું.કોઠીપોળ ખાતે પધારેલ આચાર્ય રાજચંદ્ર સુરીશ્વરજી મહારાજા તથા સાગર સમુદાયના સાધ્વી પરશમયીતા  તથા સાધ્વી પિયુષ કલા શ્રીજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું .


દરમિયાનમાં સંઘ ના યુવાન હાર્દિક શાહે જણાવ્યું કે સાધ્વી ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે વિધિ વિધાન સાથે સંઘની બહેનો પાસે ભગવાનને થાળ અર્પણ કર્યો હતો.ત્યારબાદ ચૈત્ય પરિપાટી  વાજતે ગાજતે પરત ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર પરત આવી હતી જ્યાં સંઘ ની બહેનો એ મંગલ ગરબા ગાયા હતા ત્યાર બાદ પ્રતાપ ધર્મ આરાધના ભુવન ઉપાશ્રયમાં સકળ સંઘની નવકારશી ભક્તિ ચૈત્ય પરિપાટી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી એમ જીગર વાસણવાળાએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post