તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ પર બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
તેમણે આને સનાતનીઓ વિરૂદ્ધ એક ષડયંત્ર ગણાવ્યું અને કહ્યું કે ભારતના સનાતનીઓનો ધર્મ ભ્રષ્ટ કરવાની પૂર્ણ તૈયારીઓ કરાઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આંધ્રપ્રદેશ સરકાર પાસે કડક કાયદો બનાવવા અને ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને હું સરકારને કહીશ કે જલ્દીથી જલ્દી હિન્દુઓના મંદિરોને હિન્દુ બોર્ડને આધીન કરી દે. જેથી કોઈ પણ સનાતનીની આસ્થાને ઠેસ ના પહોંચે, આ સાંભળીને મારું મન ખુબ દુઃખી છે. હું ઈચ્છું છું કે જેટલા પણ તીર્થ સ્થળ છે ત્યાં ઊંડાણપૂર્વક તમામ સનાતની તપાસ કરાવે. આ પ્રકારની ઘટના ફરી ન હોય, એટલા માટે તમામ એકજુટ થઈને તૈયાર રહે અને હવે મંદિરોને સનાતનીઓને જ આધીન કરી દેવા જોઈએ નહીતર તેનાથી આવી સ્થિતિ નિર્માણ થતી રહેશે.
'ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને હું સરકારને કહીશ કે જલ્દીથી જલ્દી હિન્દુઓના મંદિરોને હિન્દુ બોર્ડને આધીન કરી દે. જેથી કોઈ પણ સનાતનીની આસ્થાને ઠેસ ના પહોંચે, આ સાંભળીને મારું મન ખુબ દુઃખી છે. હું ઈચ્છું છું કે જેટલા પણ તીર્થ સ્થળ છે ત્યાં ઊંડાણપૂર્વક તમામ સનાતની તપાસ કરાવે. આ પ્રકારની ઘટના ફરી ન હોય, એટલા માટે તમામ એકજુટ થઈને તૈયાર રહે અને હવે મંદિરોને સનાતનીઓને જ આધીન કરી દેવા જોઈએ નહીતર તેનાથી આવી સ્થિતિ નિર્માણ થતી રહેશે.'
Reporter: admin