News Portal...

Breaking News :

આ ખાસ ટ્રેન માટે VIP, VVIP ટ્રેનોનો પણ અટકાવી દેવાય છે

2024-11-05 13:15:19
આ ખાસ ટ્રેન માટે VIP, VVIP ટ્રેનોનો પણ અટકાવી દેવાય છે



નવી દિલ્હીઃ દેશમાં દરરોજ લગભગ 11,000 ટ્રેનો દોડે છે. આમાંથી ઘણી ટ્રેનોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં રાજધાની, શતાબ્દી અને વંદે ભારત, તેજસ જેવી VIP, VVIP ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. આ બધી ભારતીય રેલવેની પ્રાથમિકતાવાળી ટ્રેન ગણાય છે.
પરંતુ, જ્યારે ખાસ સંજોગોમાં દોડતી કેટલીક ટ્રેનો ટ્રેક પર આવે છે, ત્યારે રાજધાની, શતાબ્દી અને વંદે ભારત, તેજસ જેવી VIP, VVIP ટ્રેનોને પણ આ એક ટ્રેનને માર્ગ આપવા માટે રોકી દેવામાં આવે છે અને તેને પહેલા પસાર થવા દેવામાં આવે છે. આ ટ્રેનનું નામ છે એક્સિડેન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટ (ARME) ટ્રેન. આ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. જો રાજધાની કે શતાબ્દી જેવી VIP ટ્રેનો આનાથી આગળ દોડતી હોય તો તેને પણ રોકીને આ ટ્રેનને રસ્તો આપવામાં આવે છે. જ્યારે એક્સિડન્ટ રિલીફ ટ્રેન રવાના થાય ત્યારે અન્ય બધી જ ટ્રેનોને રોકી દેવામાં આવે છે. એક્સિડન્ટ રિલીફ ટ્રેન ખૂબ જ ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચી જાય છે અને અકસ્માત સ્થળે મેડિકલ અને અન્ય રિલીફ સેવા સુવિધાનું કામ કરે છે.



આ ઉપરાંત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી ટ્રેનને ઉચ્ચ પ્રાથમિકતા મળે છે, પણ હકીકત એ છે કે દેશના રાષ્ટ્રપતિ રેલવે માર્ગે બહુ ઓછો પ્રવાસ કરે છે. તેઓ મોટે ભાગે હવાઇ યાત્રા જ પસંદ કરે છે, તેથી હવે આ ટ્રેનની કામગીરી ખાસ જોવા મળતી નથી.
હવે આપણે જાણીએ કે ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ટ્રેનોની પ્રાથમિકતાનો ક્રમ શું છે.
ARME ટ્રેનની સર્વોચ્ચ પ્રાથમિકતા બાદ જો આપણે સામાન્ય દિવસોની વાત કરીએ તો રાજધાની એક્સપ્રેસ સૌથી વધુ પ્રાથમિકતા ધરાવતી ટ્રેન છે. તમામ ટ્રેનોને રોકીને તેને રસ્તો આપવામાં આવે છે. આ ટ્રેન સમયસર પહોંચવા અને તેની ઉત્તમ સુવિધાઓ માટે પણ જાણીતી છે.




રાજધાની પછી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે.દુરંતો એક્સપ્રેસ 2009માં લોન્ચ કરવામાં આવી હતી. આ પણ લાંબા અંતરની ટ્રેન છે. અન્ય ટ્રેનોએ રાજધાની અને શતાબ્દી સિવાય દુરંતો એક્સપ્રેસને પણ રસ્તો આપવો પડે છે.

Reporter: admin

Related Post