રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક થઈ શકે છે.
દરરોજ બ્રશ કરવા છતાં પણ હમેશા દાંતોમાં જગ્યા થઇ જવી, કે દાંતોનું સડી જવું, પાયરીયા અને પેઢા માં દુઃખાવો , લોહી અને સોજો ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. દિવસમાં બે વખત બ્રશ અને તે પણ મોંઘા માં મોધી પેસ્ટનો ઉપયોગ કર્યા પછી પણ દાંતો સડી જવાની, દાંતોમાં જગ્યા થવી, પાયરિયા થી ઘણા લોકો હેરાન થતા હોય છે.
જો દાંત સડી ગયા હોય , દાંત સતત દુખતા રહેતા હોય ,હલતા દાંત ને મજબૂત કરવા માટે અને દાંત ને સ્વચ્છ રાખવા હોય તો આ તમને ખૂબ મદદગાર નીવડશે.જો દાંત માં સતત દુખાવો રેતો હોય તો અક્કલકરાનું મૂળિયું મૉઢામાં દુખતા દાંત આગળ રાખવું. હિંગ સડેલ દાંત માટે ખૂબ અસરકારક છે, તે દાંતમાં દાબવાથી દાંતનો દુખાવો ઓછો થાય છે. દાડમનાં થોડાક પાન ચાવી, મોઢામાં તેને રસ એકઠો થાય તે થૂકી નાખવો, રસ ગળી જવો નહીં.
દાંતનું મંજન બનાવવું જેમાં દાડમનાં સૂકાં ફલ ૫૦, ચિનીકબાલા બે તોલા, રૂમી મસ્તકી એક તોલો, કાથો ૧ તાલે, વાંસકપૂર એક તોલો, એલચી એક તોલો, ફટકડી પા તોલા, બદામનું કોચલા બળેલા રાા તોલા, બે તોલા સોપારી બાળી એ સઘળું મેળવી આ પાવડર નો ઉપયોગ દરરોજ કરવો. અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે.
દાંત સડેલા હોય તેનો દુખાવો માટે કપૂર અને અફીણ સમભાગે લઈ દાંત પર દબાવીને લગાવવો. જો નાની ઉંમરમાં બાળકો ને દાંત હાલતા હોય તો તલનું તેલ અને સિંધાલૂણ મેળવીને દાંતને લગાડવું જેનાથી હલતા દાંત માં રાહત મળે છે. દાંત ના દુખાવા થી છુટકારો મેળવવા તેમજ દાંત ને મજબૂત બનાવવા માટે તલના તેલમાં સિંધાલૂણ મેળવી કોગળા કરવા.
Reporter: admin