News Portal...

Breaking News :

દારૂની કાર રોકવા જતા SMCના PSIનું મોત

2024-11-05 12:38:54
દારૂની કાર રોકવા જતા SMCના PSIનું મોત



સુરેન્દ્રનગર: 
દારૂની કાર રોકવા જતા SMCના PSIનું મોત નીપજ્યું છે. ટ્રક નીચે આવી જતા PSI જે.એમ. પઠાણનું મોત થયું છે. આ બનાવ સુરેન્દ્રનગરના પાટડી પાસે બન્યો હતો. જ્યાં ટ્રકની પાછળ કારમાં દારૂનો જથ્થો હતો અને કારને રોકવા જતા ટ્રક સાથે અકસ્માત થયો હતો.



એસએમસી ટીમના પીએસઆઇ જે. એમ. પઠાણ 5 નવેમ્બરના રોજ 2.30 વાગે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. આ વખતે તેમને માહિતી મળી હતી કે, ત્યાંથી એક ક્રેટા દારૂ ભરેલી પસાર થવાની છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ એસએમસીની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાઇ નહોતી.



આ વખતે ટેલરના પાછળના ભાગેથી ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયા હતા. જ્યારે તેમની સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયો હતો. આમ, ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટેલર આવી જતાં ક્રેટા કાર ટ્રેલરની જમણી બાજુમાંથી નીકળી ગઇ હતી. આ દરમિયાન ટ્રેલર અને ફોર્ચુનરની લાઈટના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર અને ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Reporter: admin

Related Post