News Portal...

Breaking News :

ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાની હાઇકોર્ટમાં અરજી: વેકેશન છતાં રેર ઓફ ધ રેર કેસ ગણીને અરજન્ટચાર્જમાં HCમાં સુનાવણી થશે

2024-11-05 11:12:53
ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાની હાઇકોર્ટમાં અરજી: વેકેશન છતાં રેર ઓફ ધ રેર કેસ ગણીને અરજન્ટચાર્જમાં HCમાં સુનાવણી થશે



અમદાવાદ : ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાની હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વેકેશન છતાં રેર ઓફ ધ રેર કેસ ગણીને અરજન્ટ ચાર્જમાં HCમાં સુનાવણી થશે. પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



મળતી માહિતી મુજબ, ગર્ભપાત મુદ્દે દુષ્કર્મ પીડિતાનીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી છે. આ કેસમાં ગર્ભને દૂર કરવાની મંજૂરી આપવી કે બાળકને જન્મ જ આપવા દેવું એ સંવેદનશીલ પ્રશ્ન છે. સમગ્ર મામલે  દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત મુદ્દેની હાઇકોર્ટમાં અરજી કરી છે.  વેકેશન છતાં અરજન્ટચાર્જમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
રેર ઓફ ધ રેર કેસ ગણીને અરજન્ટમાં આજે હાઇકોર્ટ સુનાવણી કરશે. ગર્ભપાત મુદ્દે પીડિતાને 16 સપ્તાહનો ગર્ભ હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે. એક્સપર્ટ તબીબોની ટીમ કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેશે. પીડિતાની ગર્ભપાતની અરજી મુદ્દે કોર્ટ આજ નિર્ણય લઈ શકે છે. સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.




આ સમગ્ર મામલે તબીબી તપાસ બાદ અને અહેવાલો સામે આવ્યા બાદ કોર્ટમાં તમામ રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ડોક્ટર પ્રમાણે જે પણ અભિપ્રાય હશે તેને ધ્યાનમાં રાખીને કોર્ટ પોતાનો ચુકાદો આપશે. મેડિકલ કન્ડીશનને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપી શકાય છે કે તે બાબતની કોર્ટ ધ્યાનમાં રાખીને પોતાનું ચુકાદો સંભળાવશે.

Reporter: admin

Related Post