હરિયાણાઃ પેરિસ ઑલિમ્પિકમાં વધી ગયેલા ૧૦૦ ગ્રામ વજનને કારણે ફાઇનલમાંથી બહાર થયેલા પહેલવાન ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ જ્યારે ભારત પરત ફર્યા ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા હતા.
હવે વિનેશ ફોગાટે શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે વિનેશ ફોગાટ કૉંગ્રેસમાં જોડાઇ શકે છે. હરિયાણામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેમાં વિનેશ પણ કૉંગ્રેસની ઉમેદવાર બનીને ઝંપલાવી શકે છે. જોકે, આ બધા વિશે હાલમાં કંઇ કહી શકાય નહીં.પણ હરિયાણામાં ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે એટલે દરેક રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે.
વિનેશ ફોગાટ ભારત પરત ફર્યા ત્યારે દીપેન્દ્ર હુડ્ડા તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. વિનેશ ફોગાટ ભૂપેન્દ્ર હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા અને આશા હુડ્ડાને મળ્યા હતા. આ પ્રસંગે દીપેન્દ્ર હુડ્ડાની પત્ની પણ હાજર હતી. તેમણે વિનેશ ફોગટનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. ભુપેન્દ્ર હુડ્ડાએ જણાવ્યું હતું કે જે રીતે સચિન તેંડુલકરને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા, તે રીતે વિનેશ ફોગાટને રાજ્યસભાના સાંસદ બનાવવા જોઇતા હતા,પણ તેમ થયું નથી.વિનેશ સાથે અન્યાય થયો છે. તે ન્યાયની હકદાર છે.
Reporter: admin