News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના નર્મદા નદી કિનારાના ગામોને સાવધ કરાયા

2024-09-24 10:07:03
વડોદરા જિલ્લાના નર્મદા નદી કિનારાના ગામોને સાવધ કરાયા


વડોદરા : સરદાર સરોવરની ડેમની સપાટી વધતાં નર્મદા નદીમાં મંગળવારે સવારે ૭૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.


આજે સવારે ૬ કલાકે ડેમની સપાટી ૧૩૮.૨૫ મીટર નોંધાઈ હતી.તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના  ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. 


નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

Reporter: admin

Related Post