News Portal...

Breaking News :

રાજકોટ પાંજરાપોળમાં ત્રણ મહિનામાં 756 જેટલા પશુના મોત

2024-09-24 10:05:10
રાજકોટ પાંજરાપોળમાં ત્રણ મહિનામાં 756 જેટલા પશુના મોત


રાજકોટ: પાંજરાપોળમાં ત્રણ મહિનામાં 756 જેટલી પશુના મોત થયા છે. મોટી સંખ્યામાં ગૌવંશના મોત બાદ તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. 


આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસના માલધારી સેલે કોર્પેરેશન અને સામાજિક સંસ્થાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. માલધારી સમાજે આક્ષેપ કર્યો છે કે ગાયને માતા કહી મત માગતા શાસકો ગાયોના મોત મામલે મૌન છે. તેમણે પ્રહાર કર્યો કે અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજકોટ મહાનગરપાલિકા પાસે જ્યારે ઢોર ડબ્બો હતો ત્યારે પણ ગૌવંશની દયનિય હાલત હતી અને હાલ તેના કરતા પણ વધુ દયનિય હાલત છે.સ્થાયી ચેરમેન એ ગાયોના મોત પાછળ ભાદરવા મહિનાને  વિલન ગણાવ્યો છે.આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે લુલો બચાવ કર્યો કે ભાદરવા મહિનામાં માંદી ગાયોના વધુ પ્રમાણમાં મોત થયા છે. 


કોર્પોરેશન પણ આ માંદી ગાયોની જ સેવા કરી રહ્યુ છે. રાજકોટમાં ઢોર ડબ્બાઓમાં ગાયોની દયનિય હાલત છે. વધુમાં તેમણે જણાવ્યુ કે હાલ જે ટ્રસ્ટને ચલાવવા આપ્યુ છે તેની કામગીરીની પણ સમીક્ષા કરાશે.છેલ્લા 3 મહિનામાં 108 ગાયના મોત મળી કુલ 756 પશુઓના મોત થયાનું કોર્પોરેશને સ્વીકાર્યુ છે. ત્યારે ભાદરવા મહિના પર દોષનો ટોપલો ઢોળતા ચેરમેનને એ જાણ હોવી જોઈએ કે હજુ ભાદરવો મહિનો શરૂ થયો તેને માત્ર 10 દિવસ થયા છે અને ગાયો એ પહેલા મોતને ભેટી છે. રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત પાંજરાપોળમાં ગાયોની સ્થિતિ અત્યંત દયનિય હોવાનુ સામે આવ્યુ છે. જેને લઈને માલધારી સમાજમાં પણ રોષની લાગણી ફેલાઈ છે.

Reporter: admin

Related Post