વાઘોડિયા વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પોતાના આગવા અંદાજ માં ચૂંટણી પ્રચાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગામે ગામ સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ઉનાળા ની આકરી ગરમી માં પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ના કાર્યકરો અને સમર્થકો ઉત્સાહભેર ચૂંટણી પ્રચારમાં જોડાય રહ્યા છે.જેને લઇને વાઘોડિયા ની વિધાનસભા ની ચૂંટણી રસપ્રદ બનતી જાય છે.ત્યારે આજ રોજ વડોદરા તાલુકા ના વેમાલી, દેના, વિરોદ, આસોજ, સીસ્વા, અને દુમાડ સહીત ના ગામો માં ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ જનસંપર્ક યાત્રા કરી ને ચૂંટણી પ્રચાર કર્યો હતો.
જનસંપર્ક યાત્રા ની શરૂઆત વડોદરા મહાનગર ના વેમાલી ગામ થી કરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યા માં સમર્થકો અને કાર્યકરો અને હોદેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જોડાયા હતા. જેમાં ખાસ કરી ને કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા, ડૉ. રાજેશભાઈ શાહ, રૂપલબેન મહેતા, છાયાબેન ખરાદી, તેમજ સંગઠન ના હોદેદારો માં પંકજભાઈ પંચાલ, દિલીપભાઈ પટેલ, મુન્નાભાઈ પ્રજાપતિ, વર્ષાબેન ચૌધરી, જોડાયા હતા. બાપુ ની જનસંપર્ક યાત્રા વડોદરા શહેર ના વેમાલી ગામ થી શરૂ થઇ ને તાલુકા ના ગામો માં વાજતે ગાજતે પહોંચી હતી. જ્યાં ગામે ગામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા નું ફુલહાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દશરથ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, તાલુકા પંચાયત જયશ્રીબેન ગોસાય,તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ મકવાણા, ભારતીય જનતા પાર્ટી વડોદરા તાલુકા મહામંત્રી સરદારસિંહ,ઉપપ્રમુખ જગદીશ રબારી,તેમજ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ.તેમજ દિલીપભાઈ ભટ્ટ સહીત ના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને વાઘોડિયા વિધાનસભા ની જનતા એ બાપુ ને વધાવી લીધા હતા. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને મળી રહેલા જનસમર્થન ને જોતા તેમની જીત નિશ્રિત મનાઈ રહી છે અને કોંગ્રેસ નો વાઈટવોસ પણ નક્કી છે ત્યારે વાઘોડિયા વિધાનસભા માં કહો દિલ સે બાપુ ફિર સે નારા સાથે નરેન્દ્ર મોદી ના મિશન 400 પાર માં પણ વાઘોડિયા વિધાનસભા ની પણ મહત્વ ની ભૂમિકા હશે.
Reporter: News Plus