News Portal...

Breaking News :

વડોદરા લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ વાઘોડિયા વિધાનસભા ના ગામોમાં ભાજપાનો કેસરિયો માહોલ છવાયો

2024-04-30 20:46:55
વડોદરા લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ વાઘોડિયા વિધાનસભા ના ગામોમાં ભાજપાનો કેસરિયો માહોલ છવાયો


ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા બેઠકના શિક્ષિત અને યુવા ઉમેદવાર ડો. હેમાંગ જોષી તથા વિધાનસભા ના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો પ્રચાર ફેરણી નો કેસરિયા માહોલ ગામડાઓમાં પણ છવાઈ ગયો છે.

મંગળવાર તા. 30 ના રોજ વડોદરા લોકસભામાં સમાવિષ્ટ વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના દુમાડ ગામ ખાતે એક વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું, ભાજપા ઉમેદવારના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં ઉમેદવાર ડો. હેમાંગ જોષી સાથે વાઘોડિયા વિધાનસભાના ભાજપાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી સતીશ નિશાળીયા, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દીપિકાબેન સરવડા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેતન ઇનામદાર, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, મહિલા મોરચા જિલ્લા પ્રમુખ લતાબેન પટેલ, મહિલા મોરચા પ્રદેશ મહામંત્રી સીમાબેન મોહિલે, વાઘોડિયા વિધાનસભા પ્રભારી દિલુભા ચુડાસમા સંગઠનના પદાધિકારીઓ, અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ભાજપા લોકસભા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી તથા વિધાનસભા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને પુષ્પમાળાઓ થી આવકાર્યા હતા સંમેલનમાં ઉપસ્થિત સર્વ ગામના અગ્રણી આગેવાનો અને ગ્રામજનોએ ભાજપા ના સમર્થનમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો, તેમ જ ફરી એકવાર દેશમાં ભાજપાની સરકાર સત્તારૂઢ કરવા સંકલ્પ કર્યો હતો. દુમાડ ખાતે ભરાયેલા સંમેલનથી સમગ્ર ગામમાં કેસરિયો માહોલ છવાયો હતો.


ભાજપા ઉમેદવાર ડૉ. હેમાંગ જોશી તથા વિધાનસભા ના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ની પ્રચાર રેલીએ વાઘોડિયા વિસ્તારના ગામોમાં કેસરિયા માહોલ જમાવ્યું.આ ઉપરાંત બપોરે ૩ વાગ્યાથી વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આવતા ગામોમાં ભાજપાના શિક્ષિત યુવા ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી તથા વિધાનસભા ના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ  લોક સંપર્ક માટે વેમાલી ગામથી કેસરિયા રેલી સાથે પ્રચારનો શુભારંભ કર્યો હતો. જ્યાં ઉમેદવારોનું ગામના અગ્રણી આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું ઉમેદવાર ડૉ. હેમાંગ જોષી સાથે વાઘોડિયા વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા જોડાયા હતા અને વેમાલી થી શરૂ થયેલી પ્રચાર ફેરણી દેના, વિરોદ, આસોજ, સિસવા અને અંતે દુમાડ ગામે પહોંચી હતી. તમામ ગામોમાં ભાજપમાં ઉમેદવારની નીકળેલી રેલીએ સર્વત્ર કેશરીયા માહોલનું આકર્ષણ જમાવ્યું હતું. આજે નીકળેલી રેલીમાં તમામ ગામોના અગ્રણી આગેવાનોએ ભાજપાના સમર્થનમાં કમળને સૌથી વધુ મતો માટે મતદાનના દિવસે અવિરત કાર્યરત રહેવા જણાવ્યું હતું.


Reporter: News Plus

Related Post