News Portal...

Breaking News :

રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા

2024-07-23 10:28:27
રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા


સુરત: રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનારની બાતમીના આધારે સુરત SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. SOGને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઈસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા ઈનના રૂમ નંબર 704માં રોકાયો છે.


બાતમીના આધારે દરોડો કરી ચેતન શાહુ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. ચેતન શાહ મૂળ રાજસ્થાનના ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસને 354 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. આ ઉપરાંત તેની પાસેથી બે મોબાઈલ, એક કાર તેમજ 11,350 રોકડા મળી કુલ 44,75,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.રાજસ્થાનના ચેતન સાહુની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે સુરતમાં અનિશખાન લાકડાવાલા અને વિકાસ આહીરને આપવાનો હતો. ત્યારબાદ આ બંને આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. 


રાજસ્થાનના ચેતનની પૂછપરછમાં વધુ ખુલાસા થયા હતા કે અગાઉ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે ઘુસાડવામાં આવી રહ્યો હતો અને સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ સપ્લાયર તેમજ પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગની સપ્લાયની ચેઈન તોડવામાં આવી હતી. તેથી ડ્રગ્સ માફિયાઓએ આ નવો રસ્તો અપનાવ્યો છે અને રાજસ્થાન રૂટ થઈ તેવો ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે.પોલીસે આ બાબતે તપાસ કરતા એવું પણ સામે આવ્યું હતું કે આરોપી વિકાસ આહિર સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે અને આઈસ્ક્રીમ પાર્લરમાં જ તે આ પ્રકારે ડ્રગનું વેચાણ કરવાનું કામ કરતો હતો. આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા છે અને ભાજપના અનેક મોટા નેતા સાથેના તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પણ અપલોડ કર્યા છે. આ ઉપરાંત આરોપી વિકાસ LLBના સેકન્ડ યરમાં વીંટી ચોકસી કોલેજમાં અભ્યાસ કરે છે.

Reporter: admin

Related Post