ગાંધીધામ: ગુજરાતના કચ્છ જિલ્લામાં ગાંધીધામની ગળપાદર જેલમાં પોલીસે રાત્રે અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી.
આ દરોડામાં છ કેદીઓ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આ પ્રકરણમાં પાંચ પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષકની સૂચના પગલે એલસીબી, એસઓજી સહિતના અધિકારી તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી ગાંધીધામની ગળપાદર જિલ્લા જેલ ખાતે રાત્રિ દરમિયાન અલગ-અલગ બેરેકવાઇઝ સરપ્રાઇઝ તપાસ ચેકીંગ હાથ ધરાયું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગમાં બેરેકમાંથી આરોપીઓ કેફીપીણું પીધેલી હાલતમાં તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં મળી આવ્યા હતા.તેમજ તેમની પાસેથી રોકડ રકમ 50 હજાર પણ મળી આવી હતી.
આ ઉપરાંત જેલની હાઇ સિક્યુરીટી બેરેકની છત ઉપરથી 500ના દરની નોટ નંગ-100, કુલ રૂ. 50,000 તથા ચાર્જર નંગ-1 કિંમત રૂ.100 મળી આવ્યા હતા. જે તમામ મુદ્દામાલ કબજે લઇ હાલ આરોપીઓ વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.આ દરોડામાં થોડા સમય પહેલાં લેડી કેન્સ્ટેબલ સાથે ઝડપાયેલો બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પણ આજ જેલમાં હતો, જે પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ઘટનામાં કડક કાર્યવાહી કરતા ગળપાદર જેલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ એલ.વી.પરમાર, સુબેદાર આર.એસ.દેવડા તેમજ હવાલદાર પીન્કેશ સી.પટેલ, સિપાઈ રવિન્દ્રભાઇ ડી.મુળીયા અને શૈલેષભાઇ બી.ખેતરીયાને ફરજ મોકૂફ કરાયા હતા.
Reporter: admin