News Portal...

Breaking News :

લોકસભા ચૂંટણીમાં 10માંથી એકેય બેઠક જીતી નથી ત્યાં વિજય રૂપાણીને પ્રભારી બનાવ્યા

2024-07-05 19:46:05
લોકસભા ચૂંટણીમાં 10માંથી એકેય બેઠક જીતી નથી ત્યાં વિજય રૂપાણીને પ્રભારી બનાવ્યા




નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં જે રાજ્યમાં એકેય બેઠક જીતી શકી નથી ત્યાં પાર્ટીએ આ રાજ્યમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રભારી બનાવ્યા છે. તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને ઉત્તરપૂર્વના સંયોજક બનાવાયા છે. જ્યારે બિહારમાં વિનોદ તાવડેને પ્રભારી અને સાંસદ દીપક પ્રકાશને સહ-પ્રભારી નિમ્યાં છે.



ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા સહિત 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રભારી અને સહ-પ્રભારી જાહેર કર્યા છે. ભાજપ પંજાબમાં લોકસભા ચૂંટણીમાં 10માંથી એકેય બેઠક જીતી શકી નથી. ત્યારે પાર્ટીએ આ રાજ્યમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રભારી બનાવ્યા છે.



ભાજપે અરૂણાચલ પ્રદેશમાં ધારાસભ્ય અશોક સિંઘલને, અંદામાન નિકોબાલમાં રઘુનાથ કુલકર્ણીને, છત્તીસગઢમાં ધારાસભ્ય નિતિન નબીનને, દાદરા અને નગર હવેલીમાં દુષ્યંત પટેલને, ગોવામાં આશીષ સૂદને પ્રભારી બનાવ્યા છે. આ ઉપરાંત હરિયાણામાં ડૉ.સતીશ પૂનિયાને પ્રભારી અને રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરને સહ-પ્રભારી, હિમાચલ પ્રદેશમાં શ્રીકાંત શર્માને પ્રભારી અને સંજય ટંડનને સહ-પ્રભારી, જમ્મુ-કાશ્મીરમાં તરૂણ ચુગને પ્રભારી અને આશીષ સૂદને સહ-પ્રભહારી બનાવ્યા છે.

Reporter: News Plus

Related Post