(રવિવારે વહેલી સવાર થી શોભાયાત્રા,પૂજન વિધિ,શ્રીફળહોમ વિધિ સહિત ના કાર્યક્રમો નું થયેલું આયોજન)
વડોદરા ના બિલ ગામ ના ભાયલી સ્ટેશન વિસ્તાર માં આવેલ નેમિનાથ હા.સોસાયટી માં વર્ષો જૂની આવેલી અને આસ્થા ના પ્રતિક સમી આવેલી જગદંબા અંબે માતાજી ની નાની ડેરી આવેલી હતી તે જગ્યા એ નવું શિખર બંધી મંદિર નું નિર્માણ થતા રવિવાર અષાઢી બીજ ના દિવસે ફોટો મૂર્તિ ની સ્થાપના વિધિ નો ધાર્મિક કાર્યક્રમ ધામ ધૂમ થી રાખવામાં આવ્યો છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
બિલ ગામ ના ભાયલી સ્ટેશન વિસ્તાર માં નવ નિર્મિત અંબે માતાજી ના શિખર બંધી મંદિર ની રવિવાર તા.૭ જુલાઈ ના રોજ વહેલી સવાર થી વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળશે ત્યાર બાદ શાસ્ત્રોક વિધિ થી પૂજન વિધિ કરવામાં આવશે અને વિધિવત માતાજી ના ફોટો મૂર્તિ ની સ્થાપના કરવામાં આવશે સાંજે પાચ વાગે શ્રીફળ હોમ વિધિ બાદ મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ રણજીતસિંહ રાઠોડ તેમજ નેમિનાથ હા.સોસાયટી કમિટી સભ્યો અને સારેશ્વર હનુમાન મંદિર સિનયર સીટીઝન ગ્રુપ પ્રમુખ નટુકાકા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
Reporter: News Plus