News Portal...

Breaking News :

વીસી હટાઓ યુનિવર્સિટી બચાવો કોમન એક્ટ સે નીકાલો આંદોલન ઉપાડવાની જરૂર છે

2024-06-17 23:38:01
વીસી હટાઓ યુનિવર્સિટી બચાવો કોમન એક્ટ સે નીકાલો આંદોલન ઉપાડવાની જરૂર છે



 વડોદરાના કુંભકર્ણની ઊંઘ ચોરીને ઘોરી ગયેલું નસીબ થોડું જાગ્યું છે.નવા સાંસદ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ ના પ્રવેશના પ્રશ્ને સર્જાયેલી મડાગાંઠ માં ખોંખારો ખાઈને બોલ્યા છે.પોતાની રાજ્ય સરકારની આમન્યા રાખીને વિવેક સાથે રાજ્ય સરકારને સાચી પરિસ્થિતિ સમજાવવા મેદાનમાં ઉતર્યા છે.તેમની વડોદરા માટેની આ લાગણી ખરેખર બિરદાવવાને યોગ્ય છે.
   તેમની વડોદરાનું હિત જાળવવા માટેની આ હિંમતે પૂર્વ સેનેટ - સિંડિકેટ સદસ્યોના સૂતેલા જમિરને જગવ્યું છે.હાકેમ બની બેઠેલા વીસી સામે પડવા અને વડોદરાના વિદ્યાર્થીઓ નું હિત સાચવવા સૌ એકી અવાજે વિરોધનો સૂર બુલંદ કરી રહ્યા છે.આવતીકાલે એટલે કે મંગળવારે કાળો દિવસ ઉજવવાનું આહવાન કરવામાં આવ્યું છે અને સૌ કાળા કપડાં પહેરી વિરોધ સરઘસમાં યુનિવર્સિટી સુધી કૂચ કરી જવા તત્પર બન્યા છે.
  વડોદરાનું ખમીર જાગ્યું છે તો હવે આરપારની લડાઇ લડી લેવામાં પાછીપાની કરવા જેવી નથી.માત્ર કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓ ના પ્રવેશનો પ્રશ્ન હલ કરીને અટકી જવામાં કોઈ સાર નીકળવાનો નથી.
  



ખરેખર તો વીસી હટાવો,યુનિવર્સિટી બચાવો અને કોમન એક્ટમાં થી યુનિવર્સિટી ને બહાર લાવોનું વ્યાપક આંદોલન છેડવાની આ ઘડી છે.
  કારણ કે કોમર્સનો પ્રશ્ન આ દબાણ થી હાલ આ વર્ષ પૂરતો હલ થઈ જશે.પરંતુ આવતા વર્ષે ફરી આ સમસ્યા મોઢું ફાડીને ઊભી રહેશે.ગયા વર્ષે પણ આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો પરંતુ કામચલાઉ ઉકેલ આવ્યો અને સૌ નિરાંત માં પડી ગયા.
  એટલે આંદોલન તો કોમન એક્ટ માંથી msu ને મુક્ત કરાવવા માટે કરવાનું છે.આ યુનિવર્સિટી ને resident યુનિવર્સિટી તરીકે ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.એવું થશે તો આ સમસ્યાનો ઉકેલ આવશે.નહિતર નવી ગિલ્લી નવા દાવની જેમ આવતા વર્ષે ફરી આ સમસ્યા ઉદ્ભવશે અને ફરી આંદોલન કરવા માટે સૌને કુંભકર્ણ ની ઊંઘમાં થી જગાડવા પડશે.
  



બીજું કે શું msu માં એના કુલપતિ બનવાની ક્ષમતા હોય એવો કોઈ શિક્ષણવિદ નથી? ગુજરાત યુનિવર્સિટી માં ત્યાંનો પૂર્વ અનુભવ ધરાવતા મહિલાને નવા કુલપતિ બનાવ્યા.તો વડોદરાની આ શિક્ષણ સંસ્થાના માથે કેમ જોહુકમી ચલાવવાની આદત હોય એવાને મઢી દેવામાં આવે છે? 
   એક જાણીતી ઉક્તિ એવું કહે છે કે ઉસ્તાદ કી જીવની કે પહેલે સફે પર ઇલ્મ નહિ મુહબ્બત લીખી હોતી હૈ.એટલે કે શિક્ષણ સંસ્થાને જાદુગર કુલપતિ ની નહિ પરંતુ સંચાલનમાં કડકાઈની સાથે વિદ્યાર્થીઓની પ્રેમથી પીઠ થપથપાવી શકે એવા સ્નેહાળ, વજ્રાદપી કઠોરાની,મૃદુની કુસુમાદપી કુલપતિ ની જરૂર છે.
  એટલે એમને હટાવવા માટે આંદોલનના આ પ્રગટેલા અગ્નિને પ્રજ્વલિત રાખવો પડશે.
   આ ઘડી છે msu ની,શિક્ષણ ની ઘણીબધી મુશ્કેલીઓ નો કાયમી હલ મેળવવાની.આ ઘડી ચૂકી ગયા તો ભૂતનું વળગણ કાયમી રહેશે અને ભૂવાઓ ને પણ ધોઈને પી જશે.. જાગો વડોદરાવાસી જાગો...

Reporter: News Plus

Related Post