ષષ્ઠ પીઠાધિસ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રી દ્વારા વિપા, વૈષ્ણવ ઇનરફેઈથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઈઝેશન કાર્યરત છે જે અંતર્ગત પૂજ્ય શ્રી આશ્રયકુમારજી મહોદયશ્રી તેમજ પૂજ્યશ્રી શરનમ કુમારજી મહોદય શ્રી ના માર્ગદર્શન હેઠળ પુષ્ટિ યુથ ની સ્થાપના થયેલી છે જેમાં તરુણો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા છે. પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો સત્સંગ સ્વાધ્યાય દ્વારા તેઓને પ્રાપ્ત થાય છે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ ના આયોજનો વર્ષ દરમિયાન થતા હોય છે,
એવું જ એક આયોજન પુષ્ટિ પ્રવાસ પુષ્ટિ યુથના સભ્યોને લઈને આપશ્રીનિ નીશ્રામાં દેવ કેમ્પ, કેસરપુરા જે વાઘોડિયા તાલુકામાં આવેલ છે જ્યાં કરવામાં આવ્યું જેમાં વડોદરા, અમદાવાદ, ગોધરા ,સુરત ,મુંબઈ થી 150 થી વધુ પુષ્ટિ યુથના સભ્યો આ દેવ કેમ્પ ખાતેના પ્રવાસમાં જોડાયા જ્યાં સત્સંગ તેમજ આપશ્રીના પ્રવચન દ્વારા યુવાનોને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો તેમજ તેની પ્રણાલીઓથી અવગત કરાવવામાં આવ્યા પુષ્ટિમાર્ગ એ કૃપા નો માર્ગ છે અને આ માર્ગ દ્વારા શ્રી પ્રભુની સીધી કૃપા વૈષ્ણવોને થાય છે એમ બંને લાલનશ્રીઓએ વચનામૃતમાં જણાવ્યું સાથે સાથે દેવ કેમ્પમાં અનેકવિધ એડવેન્ચરની પ્રવૃત્તિઓમાં બંને લાલન સાથે પુષ્ટિ યુથના સભ્યો જોડાયા અને આનંદ પ્રાપ્ત કર્યો. પૂજ્ય શ્રી આશ્રયકુમારજીના આત્મજ ચી. યદુરાજજી પણ આ પ્રવાસમાં વિશેષ જોડાયા, દેવ કેમ્પ મનોરંજન પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર એવું સવિશેષ સ્થળ જે વડોદરા ની નજીકમાં આવેલું છે જ્યાં અનેકવિધ પ્રવૃત્તિઓ દિવસ દરમિયાન આપણને કરવા મળે છે એડવેન્ચર ,સ્વિમિંગ પૂલ સહિતના મનોરંજન માટેનું આ એક આકર્ષક સુંદર સ્થળ છે,
વડોદરા ના અગ્રણી બિલ્ડર વડોદરા મહાનગર સેવા સદનના કોર્પોરેટર માનનીય શ્રી બંદિશભાઈ શાહ દ્વારા કુદરતની ગોદમાં દેવ ડેમની નજીક ટુરીઝમ માટેનું એક બેસ્ટ સ્થળ વડોદરા તેમજ ગુજરાતના પ્રવાસીઓ માટે નિર્માણ કરવામાં આવ્યું છે જેને છ વર્ષ ઉપરાંત નો સમય થયો અને અનેકવિધ એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયા છે એવા એક દેવ કેમ્પમાં પુષ્ટિ યુથના પ્રવાસ માં જોડાઈ યુવાનોએ મનોરંજન ની સાથે સાથે સત્સંગ સ્વાધ્યાયનો આનંદ પ્રાપ્ત કરી ખુશી વ્યક્ત કરી.
Reporter: News Plus