વડોદરા :સયાજીગંજ વિધાનસભાના ગોરવા ખાતે જુના ગુજરાત હાઉસિંગ બોર્ડના 40 વર્ષ જૂના મકાનો જર્જરિત હાલત જોવા મળી છે. જેને ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓ ધ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ગુજરાત હાઉસીંગ બોર્ડના રહિશો દ્વારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા ને રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ નાગરિકોની લાગણી અને માગણીને ધ્યાને રાખી ધારાસભ્ય દ્વારા ગુજરાત હાઉસીંગ બોર્ડ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે રૂબરૂમાં સ્થળ મુલાકાત કરી આ અધિકારીઓને જરુરી સૂચનો કર્યા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે પરંતુ અત્યારે ચોમાસાના મોસમમાં પરિવારો ક્યાં જાય? ઉલ્લેખના છે કે વિધાન વિધાનસભાના કેયુર રોકડિયાએ રૂબરૂ હાઉસિંગ બોર્ડની મુલાકાત લઈને નાગરિકોને આશ્વાસન આપ્યું હતું. જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
...
Reporter: News Plus