વડોદરા શહેરના ગોત્રીમાં આવેલ હરીનગરના સવયાનગર તળાવમાં અસહ્ય લીલ અને મૃત માછલીઓથી દુર્ગંધ મારતી હોવાથી સ્થાનિકો પરેશાન થયા છે. અહીંયા આવેલ તળાવમાં ખુબજ ગંદકી અને લીલા વળી જતા તળાવ જાણે ગાર્ડન હોય તેમ નજરે પડી રહ્યું છે. આ તળાવને સાફ કરવા અને મૃત માછલીઓના કારણે સ્થાનિકો હેરાન-પરેશાન છે. આ મામલે સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.અસંખ્ય માછલીઓ મરી ગઈ છે:
સ્થાનિકઆ અંગે સ્થાનિક ઇમરાન દરબારે જણાવ્યું હતું કે, આ સવાયાનગર તળાવ છે, જે ગોત્રી ખાનગી હોસ્પિટલ સામે આવેલું છે. આ તળાવમાં બે-ચાર દિવસથી અસંખ્ય માછલીઓ મરી ગઈ છે. અહીંયા આસપાસ રહેતા અને બપોરના સમયે કે સાંજે જમતા ખુબજ અહીંયાંથી દુર્ગંધ આવે છે. અહીંયાંથી બપોરે પસાર થવું પણ ખુબજ મુશ્કેલ છે. અમે તંત્રને બે દિવસથી જાણ કરી છે કે, અહીંયા બીમારી ફેલાઇ શકે છે. આ બાબતે બે દિવસથી જાણ કરવા છતાં તંત્રએ હાલ સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી.
Reporter: