વડોદરાના યુવક પાસે પોતે ખરીદેલ બાઈક ના હપ્તા ભરવા ના રુપીયા ન હોય તેથી તેમણે એટીએમ તોડવાનું નક્કી કરેલ અને એટીએમ તોડવાનો પ્રયાસ કરેલ વાઘોડિયા રોડ પુનમ કોમ્પલેક્ષ પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATMમાંથી રૂપિયા ઉપાડી લેવા માટે એટીએમના વાયર, લોક તેમજ અન્ય સાધને નુકસાન કરવામાં આવ્યું હતું. જે અંગે બેંકના મેનેજરએ પોલીસ ફરિયાદ કરી હતી.
આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજw મોટરસાયકલ નંબરના આધારે તપાસ કરતા એટીએમ તોડવા આવેલા યુવકની ઓળખ થઈ હતી.પોલીસે રમેશભાઈ મેલસીંગ માળી (સાઈનાથ નગર, ગાજરાવાડી) ને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે છ મહિના પહેલા ખરીદેલી મોટરસાયકલના હપ્તા ભરવા માટે રૂપિયા નહીં હોવાથી મોટો હાથ મારવાના ઇરાદે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી હતી. પરંતુ જે મોટરસાયકલ માટે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો તે જ બાઈકના નંબર ઉપરથી તે પકડાઈ ગયો હતો.
Reporter: