ફરી એકવાર વડોદરા તાલુકા પોલીસ શરમમાં મુકાઈ. 24 કલાક બીજી વખત તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં SMCના દરોડા પડ્યા. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન બેખોફ ચાલી રહેલ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી. જેના કારણે PSI જે.યુ ગોહિલે જિલ્લા પોલીસનું નાક કપાવ્યું હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
ગુજરાતમાં દારૂબંધીના કાયદા જાણેકે બુટલેગરો માટે માત્ર કાગળ પરનું લખાણ હોય તેમ બેખોફ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ SMCએ લક્ષ્મીપુરા ખાતે દરોડા પાડ્યા હતા. જે દરોડામાં પણ SMCની ટીમે કેટલાક ઈસમોની ધરપકડ કરી દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને હવે ત્યારબાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દાજીપૂરામાં દરોડા પાડ્યા.સિંધરોટના દાજીપુરામાં પણ ખુલ્લેઆમ બિયર બાર ચાલતો હતો.
જેને લઈને SMC દ્વારા દાજીપૂરામાં દરોડા પાડવામાં આવ્યા. જ્યાં વિદેશી દારૂ-બિયરના કાઉન્ટર લાગેલા હતા.દરોડા પાડી SMCની ટીમે 2 લાખ 88 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સાથે જ લિસ્ટેડ બુટલેગર કરણ ગોહિલ સહિત ત્રણ ફરાર બુટલેગરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બેખોફ ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે અને તાલુકા પોલીસ જાણેકે ઊંઘતી હોય તેમ જણાઈ આવ્યું છે.
Reporter: News Plus