News Portal...

Breaking News :

વડોદરાના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં વગાડ્યો ડંકો.

2024-05-23 13:45:12
વડોદરાના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં વગાડ્યો ડંકો.


પોતના જમણા પગમાં મચકોડ આવી હોવા છતાં, સમર્પણ અને નિશ્ચય સાથે વડોદરાની ખેલાડી દીપ્તિ રાવલે વેઇટ લીફટિંગની પ્રથમ મેચમાં જ ગોલ્ડ મેડલ જીત્યો. મહાકુંભ સ્પર્ધામાં તેણે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વેઈટ લિફ્ટિંગ સ્પર્ધામાં 87 કિગ્રા ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને તેના જેવા અન્ય ખેલાડીઓને પ્રેરણા આપી.  દીપ્તિ ભવિષ્યમાં વેઈટલિફ્ટિંગને તેની કારકિર્દી બનાવવા માંગે છે અને તેનું એકમાત્ર લક્ષ્ય દેશ માટે ઓલિમ્પિક મેડલ લાવવાનું છે. તેની જેમ વધુ ત્રણ ખેલાડીઓએ આ જ સ્પર્ધામાં મેડલ જીતીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે..


દીપ્તિ તેની નોકરીની સાથે વેઈટલિફ્ટિંગની પ્રેક્ટિસ કરે છે અને તેણે તેની પ્રથમ રાજ્ય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા છે.  તેણે સપ્ટેમ્બર 2023માં વેઇટલિફ્ટિંગની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને તેણે તેની માતાને જ આ વિશે જણાવ્યું હતું. વેઇટ લિફ્ટર દીપ્તિએ જણાવ્યું કે, " નોકરી કર્યા પછી, હું દરરોજ એક કલાક પ્રેક્ટિસ કરું છું અને આ મેડલ એ અપાર મહેનતનું પરિણામ છે. પહેલા હું પાવરલિફ્ટિંગ કરતી હતી અને પછીથી મારા કોચ સની બાવચાની સલાહ પર, મેં વેઈટલિફ્ટિંગ શરૂ કર્યું. શરૂઆતમાં તે મારા હાથમાંથી રોલ્ડ પડી જતો હતો, પરંતુ સરની પ્રેરણાથી મને આ પહેલો મેડલ મળ્યો.તદુપરાંત અશ્વિની છેત્રીએ 87 પ્લસ ઓપન કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. અશ્વિનીના પરિવારે તેને સાથ આપ્યો ન હતો અને તેણે એક પડકાર તરીકે વેઈટલિફ્ટિંગ કરવાનું શરૂ કર્યું. વેઇટ લિફ્ટર અશ્વિનીએ જણાવ્યું કે,  "12મા ધોરણમાં સારું પ્રદર્શન ન કરી શકવાને કારણે, મેં ડ્રોપ લીધો અને મારા પરિવારમાં ચર્ચાઓ શરૂ થઈ કે આ છોકરી કંઈ કરી શકશે નહીં. જ્યારે મેં વેઇટલિફ્ટિંગ કરવાનું નક્કી કર્યું ત્યારે પણ મને કહેવામાં આવ્યું કે તું નહીં કરે. તેથી મારે તેમને સાબિત કરવું હતું કે છોકરીઓ કોઈથી ઓછી નથી અને મેં લગભગ દોઢ વર્ષ પહેલાં વેઇટલિફ્ટિંગ શરૂ કર્યું, બે સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી મારી પ્રથમ ખેલ મહાકુંભની ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો 


દક્ષરાજ પરમાર 12મા ધોરણનો વિદ્યાર્થી છે અને છેલ્લા દોઢ વર્ષથી વેઈટ લિફ્ટિંગ કરે છે.  12 વર્ષની ઉંમરથી રેસલિંગ કરી રહેલા દક્ષરાજે ઘણી નિષ્ફળતાનો સામનો કર્યા બાદ વેઈટલિફ્ટિંગ તરફ ધ્યાન દોર્યું અને 2023માં SGFI ગેમ્સમાં ગુજરાતને સહભાગી બનાવ્યું.  દક્ષરાજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતીય ત્રિરંગાને ટોચ પર રાખવાના સપના સાથે રમતમાં આગળ વધી રહ્યો છે.કોચ સન્ની બાવચા એ જણાવ્યું કે, અમે ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તે માટે જ સ્પર્ધામાં રમવા ગયા હતા. બરોડાના દસ ખેલાડીઓમાંથી ચારે મેડલ જીત્યા. જેમાં દીપ્તિ રાવલે ગોલ્ડ મેડલ જીત્યો જેનું ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું. અમારા ઘણા ખેલાડી વિદ્યાર્થીઓ છે જેઓ કામ કરી રહ્યા છે, તેમ છતાં તેઓ સમય કાઢે છે, પ્રેક્ટિસ કરવા આવે છે અને તેમનું 100% આપે છે.

Reporter: News Plus

Related Post