શહેર ના અલકાપુરી જૈન સંઘ માં બિરાજમાન આચાર્ય અપુર્વચંદ્રસાગરસુરી મહારાજ ના શિષ્ય સુર્યચંદ્રસાગર વિજયજી મહારાજે મહામંગલિક સંભળાવ્યું.
આજ ની પંચ કલ્યાણક પુજા અંગે સુર્યચંદ્રસાગરવિજયજી મહારાજે જણાવ્યું કે દરેક તીર્થંકર ભગવાન ના પાંચ કલ્યાણકો હોય છે. જેમાં ચ્યવન, જન્મ, દિક્ષા, કેવળજ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક મહામંગલકારી હોય છે તેથી પંચ કલ્યાણક મહાપુજા ભણાવવી જોઈએ તેમ જણાવ્યું હતું.
દરમ્યાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે પાર્શ્વ ધર્મ મંડળ ના ઈન્દુબેન, રમીલાબેન, પ્રજ્ઞા બેન , નિતાબેન, નયનાબેન દેસાઇ સહિત ના બહેનો એ સંગીત દાંડીયા ની રમઝટ બોલાવી હતી અને અવનવા નૈવેધ,જુદા જુદા ફળો થી પરમાત્મા ની ભક્તિ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ કોકીલાબેન નવનીતલાલ શાહ પરિવાર દ્વારા સ્વામિ વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું
Reporter: News Plus