વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતા અટલ બ્રિજ દિવસ અને રાત ટ્રાફિક થી ધમધમી રહ્યો છે. વડોદરા શહેરને ઉત્તરથી દક્ષિણ સુધીનો સળંગ અટલ બિજ ઉપર ટ્રાફિક સ્પીડ ની મર્યાદા 30 કિલો મીટર હોવા છતાં પણ ઘણા વાહન ચાલકો 60 થી 70 km ની ઝડપે પોતાનું વાહન ચલાવતા નજરે જોવા મળે છે
ગતિ મર્યાદા નો ભંગ કરતા દ્વિચક તથા ચાર ચક્રીય વાહનો સામે પગલાં ભરવા માં આવતા નથી. અટલ બ્રિજ ઉપર ઠેર ઠેર સીસીટીવી લગાડવાની આવશ્યકતા હોવા છતાં પણ વડોદરા શહેર ટ્રાફિક કોઈ પગલા ભરતું નથી.અટલ બ્રિજની નીચે આવેલા ચાર રસ્તાઓના જોડાણ માટેના લિંક રોડ ઉપર પણ ઓવર સ્પીડ માં વાહનો દોડતા હોય છે.વાત આટલેથી અટકતી પરંતુ ભારદારી વાહનો અને ટુ વ્હીલર વાહન ચાલકો રોંગ સાઈડ વાહન ચલાવતા હોય છે.ટ્રાફિક પોલીસની પીસીઆર વાન ઓવર સ્પીડ વાહનોને નિયંત્રિત કરવા માટે સ્પીડ નો ઉપયોગ ક્યારેક કરતા હોય છે.
અટલબિજ ઉપર ઓવર સ્પીડને કારણે ક્યારેક અકસ્માતોના બનાવો બને છે, તેમજઅટલ બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળે છે. પરંતુ આ અંગે ટ્રાફિક પોલીસ કોઈપણ નક્કર પગલાં ભરતું નથી.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અટલ બ્રિજ પર એક મહિના માટે "ધીમી ગતિએ વાહન ચલાવવા" વિનંતી કરતી જાહેર સૂચનાઓ મુકવી જોઈએ પુલ પર ટ્રાફિકને વધુ ઝડપે આગળ વધતો દેખાય છે અને તેથી, સલામતીના દૃષ્ટિકોણ થી ટ્રાફિક નિયંત્રણ જરૂરી બન્યું છે અને લિંક રોડ પર પોલીસ પોઇન્ટ મૂકવું આવશ્યક બન્યું છે.
Reporter: News Plus