વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી ના નામે વાહ વાહ લૂંટી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 13 માં આવેલ બોરડી ફરિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી ગટરમાં ડ્રેનેજ નું પાણી દુર્ગંધ અને દૂષિત પાણી લોકો ત્રસ્ત થઈ ગયા છે.
સ્થાનિક લોકોએ અનેક વખત વોર્ડ નંબર 13 ના ભાજપના નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ કોંગ્રેસ ના નગરસેવક બાબુભાઈ સુર્વે ને સ્થળ પર બોલ્યા હતા અને સમસ્યા બતાવવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સર્વે એ કોર્પોરેશનના અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો.
ત્યારે અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપ્યા હતા ગટરમાં ડ્રેનેજ નું પાણી દુર્ગંધ થી લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ આ સમસ્યા દૂર ન થાય તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Reporter: News Plus