News Portal...

Breaking News :

વડોદરા લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન દ્વારા સત્કાર ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા.

2024-06-29 15:02:34
વડોદરા લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન દ્વારા સત્કાર ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા.


ઓસ્ટ્રેલિયા સરકારના રાજદ્વારી રીતિ-રીવાજ મુજબ,ઓસ્ટ્રેલિયા સરકાર ના હાઈ કમિશનર મિસ્ટર ફિલીપ ગ્રીન દ્વારા દેશના ૩૭ જેટલા સાંસદો ના માન માં રાત્રી ભોજ નું આયોજન કરવા માં આવ્યું,


વિવિધ પાર્ટી ઓ (ભાજપા, કોંગ્રેસ, જેડીયુ, ટીડીપી, એસએડી) તથા વિવિધ રાજ્યો ના કુલ ૩૭ જેટલા સાંસદો જેમાં ભાજપા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સાંસદ બૈજયંત જય પાંડા, જેડીયુ થી સાંસદ તથા વરિષ્ઠ નેતા કે સી ત્યાગી, પુર્વ મંત્રી તથા ભાજપા થી સાંસદ પી પી ચૌધરી, કોંગ્રેસ ના સાંસદ શશી થરૂર તથા અન્ય પ્રદેશો ના સાંસદો સાથે મળી હાઈ કમિશન ના અધિકારીઓ સાથે ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે વિકસતા સંબંધ વિશે ચર્ચા કરી, ગુજરાત રાજ્યમાંથી સુરત ના સાંસદ મુકેશભાઈ દલાલ તથા રાજ્યના સૌથી યુવા સાંસદ ડો. હેમાંગ જોષી ને ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે ૬ મહીના પહેલા જ વિદેશ મંત્રાલય દ્વારા આયોજીત ઈન્ડીયન ઓશન કોન્ફેરેન્સમાં ઓસ્ટ્રેલિયા ના પ્રવાસે ગયેલ પ્રતિનિધી મંડળમાં તે સમયે શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ તરીકે ડો. હેમાંગ જોષી નો પણ સમાવેશ કરવામાં આવેલ હતો, ત્યારે વડોદરા ખાતે સ્થિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માં ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા નોલેજ એક્સચેન્જ થાય તે બાબતે પણ ચર્ચા કરી. વડોદરા ની વિરાસત એવા વિવિધ સ્થળો, ગરબા મહોત્સવ, ગણેશ ઉત્સવ , મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના વિવિધ શૈક્ષણિક પ્રકલ્પો વિશે પણ ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓ ને માહિતગાર કર્યા. તથા હાઈ કમિશ્નર ને વડોદરા ખાતે પધારવા આમંત્રણ પણ આપવામાં આવ્યું.

Reporter: News Plus

Related Post