News Portal...

Breaking News :

વડોદરાની યુવતીને ઉત્તરાખંડના યુવક સાથે પ્રેમ થયો, લગ્નની જીદે ચડતા દીકરીની માતાએ અભયમને જાણ કરી

2024-04-27 15:08:01
વડોદરાની યુવતીને ઉત્તરાખંડના યુવક સાથે પ્રેમ થયો, લગ્નની જીદે ચડતા દીકરીની માતાએ અભયમને જાણ કરી

ઉત્તરાખંડના યુવકના સંપર્કમાં આવી યુવતી લગ્નની જીદ કરતા માતા પિતાએ દીકરીને સમજાવવા 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. ગોત્રી વિસ્તારમાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવ્યો કે, અમારી દીકરી ઉત્તરાખંડના છોકરાની સાથે લગ્ન કરવાની જીદ કરે છે. આથી મહિલા હેલ્પલાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવતીનું કાઉન્સિલિંગ કરતા જણાવ્યું હતું કે, હું 6 મહિનાથી બોલો હાય નામની એપ્લિકેશન ઓનલાઇન ગેમમાં એક છોકરાના સંપર્કમાં આવી અને એ છોકરો 6 મહિનાથી જ વડોદરાની એક હોટલમાં રસોઈ બનવાની નોકરી હતો અને હું એ જ હોટલમાં વાસણ ધોવાનું કામ કરતી હતી.વધુમાં જણાવ્યું હતું કે, હોટલમાં એક દિવસ મેં મોબાઈલ ચાર્જિંગ કરવા મુક્યો હતો. તેમાંથી મારો નંબર એ છોકરાએ લીધો હતો, ત્યારબાદ મને લગ્નની વાત કરી તો મેં કહ્યું હતું કે, મારાં માં-બાપને વાત કરીશ. પછી અમે બંને રોજ ફોન પર વાત કરતા થયા અને મળતા થયા જે બાબતે મારાં માતા પિતાને ખબર પડતા મને સમજાવ્યું અને મારાં ભાભી કહેવા લાગ્યા કે, તું જો એ છોકરાની સાથે લગ્ન કરીશ તો હું સાસરી છોડીને જતી રહીશ.દીકરીઓ ધરેથી નીકળી જવાની ધમકી આપી.આ અંગે મેં ઘરેથી નીકળી જવાની ધમકી આપીને છોકરા સાથે મારાં પિતાએ વાત કરી તો છોકરો હાલ ઉત્તરાખંડ ગયો છે અને બે દિવસમાં તેના માતા પિતા લઈને આવશે. પછી લગ્નની વાત કરશે તેમ કહ્યું છોકરાની માતા કહે છે તું લગ્ન કરીને આવીશ તો પહાડો પર ચડીને કામ કરવું પડશે. અભયમની ટીમએ અસરકારક કાઉન્સિલીંગ કરી યુવતીને સમજાવ્યું કે, આમ ઓનલાઇન ગેમ એપ્લિકેશનના સંપર્કથી કોઈ વ્યક્તિ જોડે લગ્ન માટે હા ના પાડી શકાય. છોકરો ઉત્તરાખંડનો છે. તેના પરિવારને પણ જાણવું પડે આંધળો વિશ્વાસના કરવો જોઈએ. માં બાપ તમારું સારુ વિચારે છે ને આમ લગ્નની જીદના કરવી જોઈએ. લગ્ન માટે માતા પિતા ના નથી પડતા પણ છોકરાના પરિવારને મળવાનું કહે છે અને આમ ધમકી આપવા કે ઘરેથી નીકળી ધમકીના આપવી જોઈએ.

યુવતીને સમજાવ્યું કે, આમ ભોળપણમાં પગલું ના ભરવું જોઈએ. માતા પિતા સાથે રહી તેમની વાત માનો અને છોકરાને એક વાર માતા પિતાને મળવા દો અને તેમના પરિવારની પણ સહમતી લેવી જોઈએ. આમ લગ્નની જીદ કરેલ યુવતીને સમજાવી કાયદાકીય માહિતી આપેલ અને સલાહ સૂચન આપી સમાધાન કરવી યુવતીનું લેખિત લખાણ કરાવ્યું કે માતા પિતાને કોઈ પણ પ્રકારની હેરાન ગતિ કરીશ નહી.

Reporter: News Plus

Related Post