આજે સાંજે વડોદરા માં ભારતના ગુહ મંત્રી અમિતશાહ વડોદરાના લોકસભાના ઉમેદવાર ડોકટર હેમાંગ જોશી ના પ્રચાર માટે આવી રહ્યા છે ત્યારે વડોદરામાં તૈયારીઓ પૂર્ણતાના ના આરે....લોકસભા ચૂંટણી ૨૦૨૪નાં મતદાન આડે ૧૨ દિવસ બાકી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી અમિત શાહના આજે સાંજે યોજાનારા રોડ શૉની પૂર્વ માર્ગ પર શૉના રૂટ ઉપર હાઈરાઈઝ પોઈન્ટો ગોઠવવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૮૦૦થી વધુ પોલીસ તેમજ એસ.આર. પી.ની ૩ કંપની ઉપરાંત ૧ પ્લાટૂન બપોરથી રૂટ ઉપર તૈનાત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. અમિત શાહના રોડ શૉ માટે કેન્દ્રમાંથી સુરક્ષા એજન્સીઓ વડોદરા આવી પહોંચી છે.
દેશની ટોચની સુરક્ષા એજન્સીઓએ આજે શુક્રવારે પ્રતાપ નગર, ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી ગેંડીગેટ, માંડવી, લહેરીપુરા ગેટ, ન્યાયમંદિર-ભગતસિંહ ચોક અને માર્કેટ ચાર રસ્તા સુધીના રૂટ પર બંદોબસ્તની રૂપરેખા અંગે સમીક્ષા કરી હતી. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના નેતૃત્વમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટ પરની રૂપરેખા ઘડી છે. શનિવારે સાંજે ૭ વાગે રોડ શૉ શરૂ થવાના ૨૪ કલાક પહેલાં સી.આઈ. એસ.એફ. જેવા અર્ધલશ્કરી દળ અને પોલીસ કાફલા દ્વારા શુક્રવારે સાંજે રિઅલ ટાઈમ બંદોબસ્તનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આવતીકાલે બપોર પછી રૂટ પર વાહનોની અવર જવર બંધ કરાવી દેવામાં આવશે. અને વડોદરા માં ત્રણ કિલોમીટર નો રોડ શો માં તમામ જગ્યા એ ઠેર ઠેર સ્વાગત કરવા માટે સ્ટેજ ઉભા કરાયા છે
Reporter: News Plus