વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે.વિશ્વામિત્રી એ મગરનું ઘર કહેવાય છે. મોટી સંખ્યામાં મગરો રહેતા હોય છે. વન વિભાગ એ આ વખતે એક મહિનામાં 20થી વધુ મગરોનું રેસ્ક્યુ કર્યા છે.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પસાર થાય છે. વિશ્વામિત્રી નદીમાં ખૂબ મોટી સંખ્યામાં મગરો દેખાતા હોય છે. જે મગરનું ઘર કહેવાતું હોય છે. આ વખતે વડોદરા શહેરમાં 24 જુલાઈના રોજ જે પ્રમાણે મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરી હતી. આખા શહેરમાં જળબંબાકાર થઈ ગયો હતો.
જ્યારે પાણીના રહેતા જીવો બહાર નીકળતા હોય છે. વડોદરા વન વિભાગ દ્વારા ચોમાસામાં વન્યજીવોનું રેસ્ક્યુ, તેમની જાળવણી અને ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. છેલ્લા એક મહિનામાં વન વિભાગે 20 થી વધુ મગરો રેસ્ક્યુ કર્યા છે.
Reporter: admin