ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવા માટે પેટ્રોલીંગ રાખવામાં આવે છે. આ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ. પી.એમ. ધાખાડા તથા તેમની ટીમના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી મુજબ આજવા રોડ સયાજીપાર્ક - એકતાનગર જવાના ચાર રસ્તા પાસે તપાસ કરતા બજાજ પલ્સર મોટર સાયકલ સાથે બે ઇસમો જણાતા અને આ બન્ને ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇ મો.સા. સાથે ભાગવાનો પ્રયત્ન કરતા તેઓ બન્નેને ઇસમોને મોટર સાયકલ સાથે પકડી પાડયા હતા.
આ બન્ને ઇસમ ન.(૧) અજય ઉફે અજલો ઉફે કાળીબોટી કમલેશભાઇ રાજપતુ રહે,પૂનમ નગર, આજવા રોડ વડોદરા (૨) આમીર ઉર્ફે અજ્જુ ઇકબાલભાઇ વ્હોરા રહે, ખોડીયારનગર વ્હાઇટ વુડામાં વડોદરાની ઝડતી તપાસ કરતા તેઓ પાસેથી સોનાચાાંદીના દાગીનાઓ તેમજ રોકડા રૂ.૩૫,૦૦૦/- મળી આવ્યા હતા. તેમજ બજાજ પલ્સર મોટરને ચેક કરતા મો.સા.માં સતાડી રાખેલ ઘરફોડ ચોરીના ગુનાઓ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાંદરી પાનું તેમજ રોકડા રૂ.૧૫,૦૦૦/- ની ચલણી નોટો મળ્યા હતા. આ બન્ને ઇસમો પાસે મળી આવેલ સોનાચાદીના કિંમતી દાગીનાઓ અંગે સઘન રીતે પૂછપરછ કરતા આ પકડાયેલ ઇસમ અજય ઉફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશભાઇ રાજપુત છેલ્લા પાચ મહીનાના સમય દરમ્યાન આજવા રોડ પર આવેલ સૌજન્ય સોસાયટી, ચામુંડા પાર્ક સોસાયટી, રામનગર ખાતેના મકાનોને તેમજ કીશનવાડી ખાતે આવેલ મઁદીરને ટારગેટ કરી દરવાજા પરના તાળા-નકુચાને તોડી ઘરફોડ ચોરીઓના ગુનાઓ આચરેલાઅને આ મુખ્ય આરોપી અજય રાજપતુ સાથે પકડાયેલ
તેનો સાગરીત આમીર ઉર્ફે અજ્જુએ ભેગા મળી ચામુંડા પાર્ક સોસાયટીના મકાનમા ઘરફોડ ચોરી કરેલાની અને તેઓ પાસેથી મળી આવેલ સોનાચાદીના દાગીના અને રોકડ રકમ ઘરફોડ ચોરી કરી મેળવેલ મુદ્દામાલ જણાઇ આવ્યો છે.તેમજ તેઓ પાસે થી મળી આવેલ બજાજ પલ્સર મો.સા.પણ ઘરફોડ ચોરીઓ કરી મેળવેલા રૂપીયાથી ખરીદ કરેલ હતી. તેમ જણાઇ આવતા જેથી આ બન્ને ઇસમો પાસેથી મળી આવેલ મદ્દુામાલ તેમજ આ આરોપીઓ દ્વારા ઘરફોડ ચોરીઓ કરી જુદી જુદી જગ્યાએ રાખેલ તેમજ આપેલ સોનાચાદીના દાગીના અને રોકડ રકમ મળી હાલ કુલ કી.રૂ.૮,૫૫,૩૯૨/- નો મદ્દુામાલ કબજે કરવામાંઆવેલ છે. આ આરોપીઓ દ્વારા કરેલ ગુનાઓ અંગેની ખાત્રી તપાસ દર મ્યાન ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ થયેલા હોય આગળની વધ તપાસ માટે બાપોદ પોલિસને સોંપેલા છે.
Reporter: News Plus