હરણી બોટ કાંડમાં વધુ એક આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં હાલ સુધીમાં 20 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તે પૈકી કેટલાકના જામીન મંજુર કરી દેવામાં આવ્યા છે.
હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં મોતનું તાંડવ જોવા મળ્યું હતું અને નાના માસુમ ભૂલકાઓ તેમજ બે શિક્ષિકાઓની જિંદગી હોમાઈ ગઈ હતી. આ મામલામાં પોલીસે 19 વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ મામલામાં એક બાદ એક જામીન અરજી મુકવામાં આવી હતી. શરૂઆતમાં જમીન અરજી રદ કરવામાં આવી હતી
પરંતુ કેટલાકની જમીન હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા બાદ અન્યોની પણ જમીન મંજુર કરવામાં આવી હતી. આ કિસ્સામાં બોટના ચાલક અંકિત વસાવાની પણ ધરપકડ કરવામાં આવી હતી જેના દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી જો કે કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે બોટ દુર્ઘટનાનો જો પ્રથમ આરોપી કહેવાય તો તે બોટનો ચાલક જ ગણી શકાય. જો કે આ મામલે હજુ હાઇકોર્ટે અનેક અધિકારીઓ સામે પણ તખ્તો કસ્યો છે ત્યારે આગામી સમયમાં તેમાં શું થાય છે તે જોવું રહ્યું
.
Reporter: News Plus