આઈપીએલ દરમિયાન દેશભરના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ક્રિકેટ ફેન્સ માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન 50 ભારતીય શહેરોમાં ફેન પાર્ક દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
ત્યારે વડોદરા ખાતે પણ તારીખ 24 અને 26 મેના રોજ પોલો ગ્રાઉન્ડ ખાતે tata ipl ફેન પાર્ક હું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મનોરંજન સાથે મેચ જોઈ શકશો જેમાં સ્ટેડિયમ જેવી ફીલિંગ આઈપીએલ ફેન ને મળી રહેશે, ફેન માટે આકર્ષણ ના ભાગરૂપે વિશાળ એલઇડી સ્ક્રીન ઊભી કરવામાં આવશે જેમાં ફેન મેચ નિહાળી શકશે તેમજ બાળકો માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ફેન પાર્કની મુલાકાત આવનારા વ્યક્તિઓ પોતાની મનપસંદ ટીમ ખેલાડી અથવા ક્રિકેટ માટેના પોતાના પ્રેમને વ્યક્ત કરવા દ્વારા પોતાની ફેન મોમેન્ટ દર્શાવશે દરેક સીઝન અગાઉ કરતાં વધારે મોટી થતી જાય છે આ વખતે પણ 10 લાખ ક્રિકેટ પ્રેમીઓનું અપેક્ષિત ટર્નઆઉટ ફેન પર્કસમાં ઘેલછાનો અનુભવ કરશે.
વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે વિશાલ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે તારીખ 24 અને 26 તારીખના રોજે, બાઉન્ડ્રી પરની હિટ્સ, હેટ્રિકસ, અને સ્પીન્સના સાક્ષી બનવા માટે વડોદરા શહેરના નગરજનો ફેન પાર્કમાં આવી સાક્ષી બનશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ફેન પાર્કમાં કોઈપણ પ્રકારની ફી ચાર્જ કરવામાં નહીં આવે તદ્દન નિશુલ્ક રહેશે. સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં આ ફેન પાર્ક આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: News Plus