પ્રદર્શન મેદાન પર વધુ એકવાર મનોરંજન નો મેળો લાગ્યો છે.ઉનાળાની રજાઓ છે એટલે બાળકોને ઘરમાં ગોઠતું નથી.અને હિલ સ્ટેશન કે રિસોર્ટ માં બાળકોને લઈ જવાનું બધા માબાપ ને પોસાતું નથી. ત્યારે આખો પરિવાર પ્રદર્શન મેદાન તરફ ઉપડે છે કારણ કે ત્યાં ચગડોળ અને જુદા જુદા પ્રકારની રાઈડ્સ અને ખાણીપીણી ની સુવિધા એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવતો મનોરંજન મેળો લાગ્યો છે.ખર્ચાળ વિકલ્પો ની સરખામણીમાં આ સસ્તે ભાડે સિદ્ધપુરની યાત્રા જેવું છે.એટલે કોઈ ભયસ્થાનો તરફ જોતું
ભૂતકાળમાં આ જગ્યાએ અકસ્માતમાં એક બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું ત્યારે આયોજકો અને રાઇડ વાળા બધા રાતોરાત ભાગી ગયા હતા.સવારે બધું સૂમસામ થઈ ગયું હતું.એટલે સંબંધિત તમામ તંત્રો એ જાગવાની જરૂર છે.કારણ કે બાળકોને આનંદ આપતી આ રમત ગમત સુવિધાઓ યોગ્ય કાળજી લેવામાં ન આવે તો જોખમી બની જાય છે.એટલે અહીં ની તમામ રાઇડ્સ ની સંબંધિત વિભાગોના નિષ્ણાતો દ્વારા સુરક્ષા જાંચ કરવી જરૂરી છે.આ ઉપરાંત અહીં રોશનીની ચકાચૌંધ છે ત્યારે વીજ કંપની પાસે થી અધિકૃત રીતે વીજ જોડાણ લેવામાં આવ્યું છે,
તમામ જગ્યાઓએ સુરક્ષિત વાયરીંગ કરવામાં આવ્યું છે,શોક ન લાગે તે માટે જરૂરી સાવચેતી લેવામાં આવી છે? આ બધી તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે.હાલમાં વરસાદ,તોફાની પવનો તથા વાવાઝોડાની શક્યતા છે ત્યારે આકસ્મિક આવી કોઈ ઘટના ઘટે તો મુલાકાતીઓ ની સુરક્ષા માટે કેવી વ્યવસ્થા છે એની ચકાસણી જરૂરી બને છે.આ ઉપરાંત મુલાકાતીઓ નો દુર્ઘટના સામે કોઈ વીમો લેવામાં આવ્યો છે એ પણ સવાલ છે. મનોરંજનની સુવિધાઓ જરૂરી છે.તેની સાથે મુલાકાતીઓની સલામતીની ખાત્રી મળવી જોઈએ.અને આ તમામ તપાસ કરવાની જવાબદારી તંત્રની છે.પણ તંત્ર ક્યારે જાગશે?
Reporter: News Plus