ભક્ત કવિ નરસિંહ મેહ્ત ની આજે જન્મ જયંતિ નિમિતે વડોદરા ખાતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો વડોદરા શહેર માં ૨૦૦૩ માં શ્રી અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વુડા સર્કલ પર “નરસિંહ મહેતા” ની ભજન કરતી મુદ્રા માં પ્રતિમા ની સ્થાપના કરવા માં આવી હતી જેને પુષ્પાંજલીયુ અર્પણ કરવામાં આવી હતી આદિ કવિ નરસિંહ મેહતા માટે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી પાર ભક્ત નરસિંહ માટે 51 વકહ્ત આવ્યા હતા તેઓ કૃષ્ણ લીલા માં એટલા મશગુલ હતા કે તેઓનો સાદ ભગવાન એ પણ સાંભળવો પડ્યો હતો આજે તેઓની જન્મજયંતિ નિમિતે સમસ્ત નગર મંડળ ના પ્રમુખ દેવાંશુ વૈષ્ણવ તથા અન્ય સભ્યો દ્વારા પુશ્પઅંજલિ અર્પણ કરવામાં આવી હતી
આદિ કવિ નરસિંહ મહેતા નો જન્મ ભાવનગર ના તળાજા ગામે વૈશાખ સુદ પુનમે થયો હતો. તેઓ ૮ વરસ સુધી બોલી શક્તા ન હતા . તેમના ભાભી ના મહેણાં થી જંગલ માં આવેલ શિવજી ની પ્રતિમા સામે ૭ દિવસ સુધી ભુખ્યા તરસ્યા તપસ્યા કરી જેથી શિવજી પ્રસન્ન થયા અને નરસિંહ ના આગ્રહ થી કૃષ્ણલીલા જોવા માટે મશાલ આપી. મશાલ સળગતા સળગતા નરસિંહ નો હાથ બળવા લાગ્યો ત્યારે ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા અને નરસિંહ ને પોતાના ભગત માન્યા અને કરતાલ અને કેદારો આપી ને કહ્યું કે જયારે જ્યારે તું કરતાલ થી કેદારો ગાઈ ને સાદ આપીશ ત્યારે ત્યારે હું તારી મદદે આવીશ
આમ આદિ કવિ નરસિંહ મહેતા “ભક્ત કવિ નરસિંહ મહેતા” કહેવાયા.લોક વાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ આ ધરતી પર ભક્ત નરસિંહ માટે ૫૧ વખત આવ્યા હતા.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નું પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભક્તકવિ નરસિંહ મહેતા એ લખ્યું ત્યારબાદ તેમના નાગર વંશજ ની અટક મહેતા માંથી વૈષ્ણવ થઈ.જુનાગઢ શહેર થી ગિરનાર ની તળેટી માં આવેલ દામોદર કુંડ માં સવાર ના પહોર માં જુદા જુદા પદ-ભજન ગાતા ગાતા નાહવા જતા તે પદ ને આપણે પ્રભાતિયા તરીકે ઓળખીએ છીએ. તેમના લોકપ્રિય ભજન માં “જળ કમળ છાંડી” “અખિલ બ્રહ્માંડ માં ” “જાગ ને જાદવા” વગેરે આવે છે. ગુજરાતી ભાષા માં શ્રેષ્ઠ કવિ ને સન ૧૯૯૯ થી દર વરસે “ નરસિંહ મહેતા એવોર્ડ “ આપવા માં આવે છે.
Reporter: News Plus