ઘરફોડના ગુનામાં સંડોવાયેલા આરોપી છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં નાસતો ફરતો હતો જો કે તેની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળતા તેઓ તાત્કાલિક જ તેની ધરપકડ કરીને મુદ્દા માલ કબજે કર્યો હતો.
ફતેગંજ વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદના આધારે છાણી જકાતનાકા વિસ્તારમાં એક સોસાયટીમાં બંધ મકાનમાં દરવાજાનો નકુચો તોડીને તેમના ઘરમાંથી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘરફોડ ગુનામાં આરોપીની શોધ ચાલુ હતી તે દરમિયાન 38 વર્ષીય રવિ સિંઘ સરદારની બાતમી મળી હતી જેના આધારે તેની અટકાયત કરીને તેની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે તેણે વિવિધ વિસ્તારોમાં તેમજ આણંદ ખાતે પણ વિવિધ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આવ્યો છે. જેથી વોન્ટેડ જાહેર થયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
Reporter: admin