મચ્છી પીઠ વિસ્તારમાંથી થોડા સમય પહેલા 12 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એમડી ડ્રગ્સ ઝડપાઈ આવ્યું હતું જે પૈકી પાંચ આરોપીઓના નામ જાહેર થયા હતા જે પૈકી ત્રણ પુરુષ અને બે મહિલાઓનું નામ સામે આવ્યું હતું
જેમાંથી મુખ્ય જથ્થો લાવનાર તેમજ ડીલર બંને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી તપાસ ચાલુ જ હતી તે દરમિયાન બાથમી ના આધારે એસ ઓ જી દ્વારા બે વોન્ટેડ આરોપી વિશે માહિતી મળતા મુંબઈથી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.કારેલીબાગ મચ્છી પીઠ નવાબ વાળા વિસ્તારમાં થી થોડા સમય પહેલા મેફેડ્રોન એમડી ડ્રગ્સ 110.92 કિલોગ્રામ મળી આવ્યું હતું જેમાં કારેલીબાગ પોલીસ દ્વારા મુદ્દા મારી સાથે ઝડપાયેલા મોહમ્મદકાલીન શેખ , રેહાના પઠાણ તેમજ નિગત શેખ ની ધરપકડ કરવામાં આવી હતી
ત્યારબાદ આ તમામ આરોપી ના રિમાન્ડ તેમજ પૂછપરછ શરૂ કરતા જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ સપ્લાયર ફઝલ જાફર ખાન તેમજ ડ્રગ્સ ખરીદના નાણા મેળવનાર સલાઉદ્દીન શેખ પણ આમાં સામેલ છે જેથી પોલીસ દ્વારા તેઓ બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે બંને આરોપી મુંબઈ ખાતે રહે છે જેથી એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે તપાસતા બંને આરોપી મુંબઈથી ઝડપાઈ આવ્યા હતા.
Reporter: admin