જમ્મુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રચારની શરૂઆત કરશે. વડાપ્રધાન મોદી જમ્મુમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.
વડાપ્રધાન સવારે 11 કલાકે ડોડા જિલ્લામાં જનસભામાં સંબોધિત કરશે.વડાપ્રધાન મોદીની રેલીને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આવા સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 14સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત પ્રચાર કરશે. PM આજે કુરુક્ષેત્રમાં જનસભામાં સંબોધન કરશે.વડાપ્રધાન મોદી ડોડા જિલ્લામાં રેલી કરશે, જે છેલ્લા ચાર દાયકામાં વડાપ્રધાનની પ્રથમ રેલી હશે.
આ રેલી ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાશે.વડાપ્રધાન મોદી ચિનાબની 8 વિધાનસભાઓમાં ભાજપના ઉમેદવારોની જીત માટે જનતાને પોતાના સંબોધનમાં હાંકલ કરશે.જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે ઉતરી છે. પાર્ટીના જમ્મુ અને કાશ્મીરના અધ્યક્ષ રવિન્દર રૈનાએ જણાવ્યું હતું કે, ખીણ (ઘાટી) ના કેટલાક મતવિસ્તારોમાં જમીનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ સ્વતંત્ર ધારાસભ્યોને સમર્થન આપી શકે છે.
Reporter: admin