સેન્ટ પીટર્સબર્ગ : ચીનના વિદેશ મંત્રાલય દ્વારા શુક્રવારના રોજ કહ્યું છે કે, ગલવાન ઘાટી સહિત પૂર્વ લદ્દાખમાં ચાર સ્થળોએથી સૈનિકો પીછે હઠ કરી ગયા છે.
ગુરુવારના રોજ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.બંને સેનાઓ ચાર વિસ્તારોમાં પીછેહઠ કરી છે - વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, બંને સેનાઓ ચાર વિસ્તારોમાંથી હટી ગઈ છે. સરહદ પર સ્થિતિ નિયંત્રણમાં છે અને સ્થિર છે.જ્યારે વિદેશ મંત્રાલયની સાપ્તાહિક બ્રીફિંગમાં પૂછવામાં આવ્યું કે, શું બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને પુનર્જીવિત કરવાની નજીક છે
જે પૂર્વ લદ્દાખમાં સૈન્ય અવરોધને કારણે ચાર વર્ષથી વધુ સમયથી સ્થિર છે, તેમણે આ જવાબ આપ્યો હતો.બંને દેશો મતભેદો દૂર કરશે - માઓ નિંગે જણાવ્યું હતું કે, ચીન-ભારત સંબંધોની સ્થિરતા બંને દેશોના લાંબા ગાળાના હિતમાં છે. તે પ્રાદેશિક શાંતિ અને વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.રશિયામાં યોજાયેલી બેઠકમાં, બંને દેશો સર્વસંમતિને અમલમાં મૂકવા, પરસ્પર સમજણ અને વિશ્વાસ વધારવા, સતત સંચાર જાળવવા અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે શરતો બનાવવા સંમત થયા હતા.ચીનના વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે, બંને પક્ષો તેમના મતભેદોને વ્યવહારિક દ્રષ્ટિકોણથી ઉકેલશે.
Reporter: admin