વડોદરા : દારૂની હેરાફેરી તથા સેવનની શક્યતા રહેલી હોય જે સંદર્ભે દારૂની પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃતિ કરતા તત્વો અંગે માહીતી મેળવી પ્રોહી-જુગારના સફળ કેસો કરી આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટેની સુચનાપોલીસ કમિશનર નર્સિંમ્હા કોમરે આપી છે. જે આધારે વિવિધ સ્થળોએ રેડ કરીને ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પી.સી.બી.ને બાતમી હકીકત મળી હતી કે, "હનુમાન ટેકરી સુરેશ પ્લાંટની બાજુમાં રહેતો સતિષ રમણભાઇ માળી નાનો દેશી દારૂનો ધંધો કરે છે અને હાલમાં તે તેના મકાન હનુમાન ટેકરી, મુજમહુડા, સુરેશ પ્લાન્ટની બાજુમાં દારૂ લઇને બેસેલ છે અને દારુનુ છુટક વેચાણ કરે છે. જે હકીકત આધારે માહીતીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી જે.પી.રોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
બીજી રેડમાં પીસીબી ને બાતમી હકીકત મળેલ કે, "સાવલી ખાતે માળી ફળીયા, પશુ દવાખાના પાછળ, સાવલી રહેતો કિશોરભાઇ માળી ચોરી છુપી દેશી દારૂની ખેપ મારે છે આજ રોજ તે પોતાની સુઝુકી મોપેડ નંબર જી.જે ૦૬ એન.ઇ ૫૪૬૬ ની લઇને દોડકા ગામથી દેશી દારૂની દુધીઓ પોતાની પાસેના કાળા બેગમાં તથા ડીક્કીમાં ભરી નીકળેલ છે અને બાજવા મુકેશભાઇ તથા રેવાબેન ને ત્યા આપવા જનાર છે જેને બદનમાં કાળા કલરની ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જેના મોપેડ આગળ મહાકાલ લખેલ છે તેમજ શંકર ભગવાનનું ચિત્ર દોરેલ છે. " જે હકીકત આધારે માહીતીવાળી જગ્યાએ વોચમાં હાજર રહી મોપેડમાં રાખેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એકટ મુજબ ગુનો નોંધ્યો છે.
Reporter: News Plus