News Portal...

Breaking News :

સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે અડધો લાખ ઉપરાંત માઇ ભક્તો કાળઝાળ ગરમીમાં દર્શનાર્થે ઉમટી પડ્યા

2024-06-02 17:37:40
સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે અડધો લાખ ઉપરાંત માઇ ભક્તો કાળઝાળ ગરમીમાં દર્શનાર્થે ઉમટી પડ્યા


૫૧ શક્તિપીઠો પૈકીના ૧ શક્તિપીઠ ગણાતા  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર આવેલ ઐતિહાસિક અને પ્રાચીન મંદિરમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના દર્શનાર્થે વાર તહેવાર સહિત શનિવાર અને રવિવારની રજાઓમાં તેમજ ઉનાળુ અને દિવાળી વેકેશનમાં હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવા તેમજ પાવાગઢ ખાતે આવેલા ઐતિહાસિક વિરાસતો નિહાળવા ઉમટી પડે છે


જેમાં  હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશનમાં કેટલાક કેટલાય દિવસોથી ૪૦ થી ૪૨ ડિગ્રી જેટલા નોંધાયેલા તાપમાનની કાળઝાળ અંગદઝાડતી અને આકાશમાંથી અગન ગોળા વરસાવતી અસહ્ય ગરમીમાં પણ માઈ ભક્તોની શ્રદ્ધા અને આસ્થામાં કોઈ ઓટ આવી ન હતી અને આવી કાળઝાળ ગરમીમાં પણ યાત્રાધામ પાવાગઢ ખાતે  માઈ ભક્તો અવિરત મહાકાળી માતાજીના દર્શનાર્થે પધારી પોતાની માનતાઓ,બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે  જેમાં આજે ચાલી રહેલા ઉનાળુ વેકેશન અને રવિવારની રજાના અનોખા સંગમને અનુલક્ષીને આજે રવિવારે વહેલી સવારના ૫:૦૦ વાગ્યાથી શ્રી મહાકાળી માતાજીના નિજ મંદિરના દ્વાર માં કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે ખોલી દેવામાં આવતા વહેલી સવારથી હજારો ભક્તજનો મંદિર પરિસરમાં મહાકાળી માતાજીના દર્શન માટે શિસ્તબદ્ધ કતારમાં ગોઠવાઈ ગયા હતા વહેલી સવારે ૫:૦૦ વાગ્યાથી બપોરે ૩:૦૦ વાગ્યા સુધીમાં તો અડધો લાખ જેટલા માઇ ભક્તોએ મહાકાળી માતાજી દર્શન કર્યા હતા અને પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી મહાકાળી માતાજીના ચરણોમાં ઝુકાવી માતાજીના આર્શીવાદ મેળવી ધન્ય થયા હતા


જેમાં આજે બપોરે યાત્રાધામ પાવાગઢ ખાતે ૩૮ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું જેમાં ૩૮ ડિગ્રી જેટલા તાપમાનના ધોમધખતા તાપ અને કાળઝાળ ગરમીમાં પણ માઇ ભક્તોએ મહાકાળી માતાજીના મંદિરે પધારી પોતાની આસ્થા અને શ્રદ્ધાનો ઉત્તમ દાખલો આપ્યો હતો જ્યારે બપોરે ત્રણ વાગ્યા બાદ પણ થોડી ગણી સંખ્યામાં માઇ ભક્તો મહાકાળી માતાજીના દર્શન માટે પાવાગઢ ડુંગર ખાતે પધારતા જોવા મળ્યા હતા જેમાં આજે વહેલી સવારથી બપોર સુધીમાં અડધો કલાક જેટલા દર્શનાર્થી મહાકાળી માતાજીના દર્શનાર્થે પાવાગઢ ખાતે ઉમટી પડતા યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેર થી લઈને માચી અને ડુંગર પર ઠેર ઠેર માનવ મહેરામણ ઉમટેલુ જોવા મળ્યું હતું જેમાં આજે રવિવારે ગુજરાત રાજ્ય સહિત આંતર રાજ્યોમાંથી પધારેલા અડધો લાખ ઉપરાંત દર્શનાર્થીઓને માં કાલિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ દ્વારા સહુલત અને આરામ સાથે મહાકાળી માતાજીના દર્શન કરાવવામાં આવ્યા હતા જ્યારે પાવાગઢ પોલીસ તંત્ર દ્વારા પણ યાત્રિકોની સુરક્ષા સલામતીને અનુલક્ષીને તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણીને અનુલક્ષીને ડુંગર પર મહાકાળી માતાજીના મંદિર પરિસરથી લઈ માચી અને તળેટીમાં ચાંપાનેર ખાતે ઠેર-ઠેર ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સતત પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.

Reporter: News Plus

Related Post