ગુરૂ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા સતત છઠ્ઠા વર્ષે શૈક્ષણિક વિતરણ નો કાર્યક્રમ અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે રાખવામાં આવ્યો જેમાં વડોદરા જિલ્લામાં રહેતા 113 ગુરુ બ્રાહ્મણ સમાજ પરગણા ના ધોરણ 1 થી 12 માં ઉતરણીય થનાર વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ના માધ્યમથી શૈક્ષણિક કીટની નોંધણી કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં 200થી વધારે સમાજના બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું રજીસ્ટ્રેશન કરાવેલ સમાજના બાળકો આજરોજ અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને સમાજના વડીલો માતાઓ બહેનો અને બાળકો ની હાજરીમાં વડીલોની આગેવાનીમાં દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને સમાજના આવેલા દાતાશ્રીઓને કમિટીના સભ્યો દ્વારા બૂકે આપી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ બાળકોને કામયાબ થઈને સમાજ હિતના કાર્યોમાં પોતાનું આવી જ રીતના યોગદાન આપશે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી અને દાતાશ્રીઓ અને ટ્રસ્ટી મંડળના હસ્તે ધોરણ 1 થી 12 ના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસના તમામ સભ્ય હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં સમાજના તમામ દાતાશ્રીઓએ દાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી વિકી શ્રીમાળી એ ટ્રસ્ટ વતી સમાજના દાતાશ્રીઓ ભાઈઓ બહેનો વડીલો અને બાળકોનો આભાર માન્યો હતો
Reporter: News Plus