News Portal...

Breaking News :

બીજેપી દ્વારા અરુણાચલ માં બહુમતી નો આંકડો પાર ,અરુણાચલ પ્રદેશમાં BJP 38 બેઠકો પર આગળ.

2024-06-02 16:24:56
બીજેપી  દ્વારા અરુણાચલ માં બહુમતી નો આંકડો પાર ,અરુણાચલ પ્રદેશમાં BJP 38 બેઠકો પર આગળ.


અરુણાચલ પ્રદેશની 50 અને સિક્કિમની 32 વિધાનસભા ની બેઠકો માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. અરુણાચલમાં BJP દ્વારા  60 સભ્યોની વિધાનસભામાં 10 બેઠકો પર બિનહરીફ જીતી નિશ્ચિત છે 


હાલ સિક્કિમમાં 32 વિધાનસભા બેઠકો છે, જે સતત બીજી વખત જીતવાની આશા રાખે છે અને વિપક્ષ SDF તેને સત્તામાંથી બહાર કાઢવા  માંગે છે. 146 ઉમેદવારોમાં સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગ, તેમની પત્ની કૃષ્ણા કુમારી રાય, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગ અને ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર બાઈચુંગ ભૂટિયા મુખ્ય ઉમેદવારો છે. SKM અને સળફ { સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ}  એ તમામ 32 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે,SDF ના બારફૂંગ સીટ પરથી ઉમેદવાર અને ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી બાઈચુંગ ભૂટિયા સિક્કિમ ક્રાંતિકારી મોરચાના રિક્ષાલ દોરજી ભૂટિયા કરતાં 2500 હજારથી વધુ મતોથી પાછળ છે.


હાલ માં અરુણાચલ પ્રદેશની 60 માંથી 55 સીટો માટે પરિણામ મળી ગયા છે.જેમાં BJP 38 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 1 પર અને અન્ય પક્ષો 7 બેઠકો પર આગળ છે.સિક્કિમમાં 32 માંથી 30 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે અને સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) 29 સીટો પર આગળ છે જ્યાં  SDF એક સીટ પર આગળ છે.અરુણાચલની 60 સભ્યોની વિધાનસભા બેઠકોમાંથી,પહેલેથી જ બીજેપી ના ઉમેદવારો  10 બેઠકો બિનહરીફ જીતી ચૂક્યા છે.

Reporter: News Plus

Related Post