શહેરમાં લાલબાગ બ્રિજની સમાર કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ કાશી વિશ્વનાથ મંદિર થી માંજલપુર શ્રેયસ વિદ્યાલય થી તુલસીધામ મકરપુરા જતા માર્ગની કામગીરી હાથ ધરવામાં આવી છે
વડોદરા શહેર લાલબાગ બ્રિજ 23 મે થી ૬ જૂન સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે સવારે લાલબાગ બ્રિજ પર કામગીરી હાથ ધરવામાં આવતા એક તરફનો બ્રિજ બંધ કરી દેવાયો છે. તેમજ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો સાથે વાહન ચાલકોને સમસ્યા ઊભી થાય નહીં તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે
આ કામગીરી દરમિયાન બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.પ્રિ મોસુમ કામગીરીના ભાગ રૂપે લાલબાગ બ્રિજનું સમારકામ શરૂ થતાં બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રષ્યો જોવા મળ્યા છે.
Reporter: News Plus