News Portal...

Breaking News :

GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

2024-07-06 13:49:02
GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી


સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સહ સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે 


ત્યારે તાજેતરમાં એટલે કે ૨૮-જૂન-૨૦૨૪ ના રોજ ગુજરાત મેડિકલ એડ્યુકેશન અને રિસર્ચ સોસાયટી GMERS દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી - સેલ્ફફાયનાન્સ/મેનેજમેંટ કોટા માટે વાર્ષિક ફી-ધોરણ માં લગભગ ૬૭% થી માંડી ને ૮૮% જેટલો અસહા અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં વિગત વાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા ૫.૫૦ લાખ અને મેનેજમેટ ક્વોટા માટે ફી ૧૭ લાખ જાહેર કરવામાં આવેલ છે. 


આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો કોટા માં લેવામાં આવતી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ગણી ઓછી હતી. ૩.૩૦ લાખ જનરલ કોટા અને ૯ લાખ મેનેજમેંટ લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટા માં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBS ની લાયકાત ગત વર્ષે રૂ ૧૪.૮૫ લાખ થી મેળવતો હતો તે આ વર્ષેથી વધીને MBBS પૂર્ણ થયે રૂ ૨૪.૭૫ લાખ ચૂકવશે જ્યારે મેનેજમેંટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી રૂ. ૪૦,૫૦ લાખ થી મેળવતો હતો તે આ વર્ષથી વધીને Mલડ પૂર્ણ થયે રૂ ૭૬.૫૦ લાખ ચૂકવશે. જેને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

Reporter: News Plus

Related Post