ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા પ્રભુપાદના દિવ્યગ્રંથોનુ વિતરણ કરવામાં આવશે રથયાત્રામાં દેશી ઘી માં બનેલ 35ટન શીરાની પ્રસાદી તથા 20હજાર કિલો કેળાં સાથે જાંબુ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે
તા.07 મી જુલાઇ,2024 ને રવિવારે અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાનાર છે જેની તમામ તૈયારીઓ મંદિર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા પૂરી કરી લેવામાં આવી છે. આમ તો દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં એક હજારથી વધુ રથયાત્રાઓનુ આયોજન કરવામાં આવે છે. દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓડિસાના પુરી ખાતે યોજવામાં આવે છે જેનું આગવું મહત્વ છે. ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમાંકે વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે.
આ વર્ષે તા.07મી જુલાઇ રવિવારે અષાઢી બીજે 43મી રથયાત્રા યોજાશે જેઓએ રથયાત્રા સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી જે મુજબ બપોરે 2:30 કલાકે શહેરના રેલવે સ્ટેશન ખાતેથી 43મી રથયાત્રામાં દેશ વિદેશથી ઇસ્કોનના ભક્તો આવશે. ઇસ્કોનના સંન્યાસી ભક્તિ વિકાસ સ્વામી અને વરિષ્ઠ ભક્તો આ રથયાત્રાની શોભાવૃદ્ધિ કરશે. ભક્ત ગોપાલભાઇ શાહ તરફથી 35ટન ચોખ્ખા ઘી થી બનેલ શીરાની પ્રસાદી તેમજ 20 હજાર કિલો કેળાંની અને સાથે જાંબુ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. અને સાંજે 5 થી 10 સુધી ઇસ્કોન મંદિરમાં જાહેર મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: News Plus